________________
જૈનદર્શનમાં સતુની વ્યાખ્યા
૧૯૫ પદાર્થો ભલે જેમ ને તેમ રહેલા દેખાય છતાં તેમાં દરેક સમયે ઉત્પાદન વ્યય થયા કરે છે. સંયોગ-વિયોગ કે સર્જન-વિસર્જનથી પદાર્થમાં કંઈને કંઈ પરિવર્તન આવે છે. સિદ્ધાત્માઓમાં સંયોગાદિ અવસ્થાઓ ન હોવાથી ત્યાં કોઈ પરિવર્તન થતું નથી. એ અવસ્થાઓ સંસારી જીવને લાગુ પડે છે. પુદ્ગલ દ્રવ્યને આવરણ હોતું નથી. પદાર્થના મૌલિક સ્વભાવને પરિવર્તન કરે તેને આવરણ કહેવાય. જ્ઞાનવરણીય પ્રકૃતિ જીવના જ્ઞાનસ્વરૂપ સ્વભાવને આવરણ કરે છે.
સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધાત્માને સંયોગાદિ ભાવો નથી. વળી અરૂપી દ્રવ્યો ધમસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાયમાં ઉત્પાદન વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન લાગુ નહિ પડે. પરંતુ અન્ય દ્રવ્યમાં તેમનું નિમિત્ત હોવાથી સાપેક્ષપણે પદાર્થમાં ઉત્પાદત્રય કહેવાય છે. અરૂપી દ્રવ્યો પ્રદેશથી સ્થિર છે. અને પર્યાયથી અવિનાશી છે. કારણ કે પર્યાયનું લક્ષણ પલટાવું તે છે. રાગાદિ વિકૃતિ ન હોય તે પર્યાય શુદ્ધ છે. -
પુગલદ્રવ્યના બંધા પર્યાયો - અવસ્થાઓ સ્વભાવ રૂપ છે. અર્થાત પુદ્ગલના વર્ણાદિ પોતાના સ્વભાવને છોડતા નથી. જેમકે મીઠું ખારાપણાને કે લીમડો કડવાપણાને છોડતો નથી. અથવા સ્પર્શ સ્પર્શરૂપે અનુભવમાં આવે રસરૂપે ન આવે.
પુગલદ્રવ્યના ઉત્પાદ-વ્યયના સંસ્કારો સંસારી જીવોના દેહ ભાવના કર્તાભોક્તા ભાવને આધારે છે. સંસારી જીવોમાં જે કર્તાભોક્તા ભાવ છે, તેને સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ઉત્પાદ-વ્યય લાગુ પડે છે.
કેવળજ્ઞાની પરમાત્મા અકર્તા-અભોક્તા છે તેઓને એક સમયે સર્વ પર્યાયોનું જ્ઞાન છે તેથી તેમાં જ્ઞાનને ઉત્પાદ-વ્યયાદિ લાગુ પડતા નથી. સાધનાકાળમાં ઉત્પાદ-વ્યયાદિ હોય છે. કેવળજ્ઞાનમાં ઉપયોગ શુદ્ધ અવિનાશી હોવાથી તે જ્ઞાનમાં ઉત્પાદ આદિ અવસ્થાઓ નથી. શેય પદાર્થોની અવસ્થાઓનું પરિવર્તન જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ ઉપયોગની શુદ્ધતાનું સાતત્ય હોવાથી જ્ઞાનમાં સંયોગાદિ લાગુ પડતા નથી.
મારા જ્ઞાનસ્વરૂપની પર્યાય કેવળજ્ઞાન છે તેના પ્રત્યે દૃષ્ટિ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org