________________
૧૭૫
જૈનદર્શનનો દ્રવ્યાનુયોગનું આંશિક કથન
શરીર પુદ્ગલ સ્કંધોનું બને છે. સ્કંધોનો ભેદ સંઘાત થાય છે. ભરાય છે. વીખરાય છે.) તે સિવાયના ચાર અસ્તિકાય દ્રવ્યોનો સ્કંધ બનતો નથી અને વીખરાતો નથી તે એક અખંડસ્કંધ છે. જીવને પુગલસ્કંધના પદાર્થો ગમે છે. પુગલ સ્કંધોની આઠ વર્ગણા છે. પાંચ શરીર, મન, શ્વાસોચ્છવાસ અને ભાષા. આ સર્વે કાર્મણ વર્ગણારૂપ છે. પુદ્ગલાસ્તિકાય અનેક ભેદવાળું છે. એક જાતિ છતાં અનેક ભાતવાળું છે. જીવ અને પુદ્ગલનું યુગલ તે સંસાર છે. પુદ્ગલદ્રવ્ય સ્કંધરૂપ છે, અને જીવ જ્ઞાનદર્શન શક્તિવાળું છે. પરંતુ દેહભાવથી એ શક્તિ વડે ઈષ્ટ સ્કંધો - પદાર્થો મેળવે છે. એની કર્મ પરંપરાથી સંસારયાત્રા ચાલુ રહે છે. કર્તાભોક્તાભાવ તેનું મુખ્ય કારણ છે. જીવના મૂળ સ્વરૂપમાં તેનું કંઈ પણ સ્થાન ન હોવા છતાં ઈષ્ટાનિઝ બુદ્ધિ વડે મમત્વ ભાવથી જીવ તેનો કર્તાભોક્તા બને છે.
પુદ્ગલનો કોઈ સ્વતંત્ર સ્કંધ નથી. આત્મના અસંખ્ય પ્રદેશોનો જે પિંડ છે તે સ્વતંત્ર છે. તેમાં અન્ય આત્માના પ્રદેશોની ભેળસેળ થતી નથી. પુગલના સંયોગે સંકોચ વિસ્તાર પામે છે. છતાં સંલગ્ન રહે છે તેમાં ભેદ થતો નથી. પુદ્ગલ સ્કંધોમાં ભેળસેળ થાય છે. ભેદ સંઘાત થાય છે. (વીખરાવું ભળવું)
આત્માના એક પ્રદેશમાં કે અસંખ્ય પ્રદેશોમાં તથા સર્વ આત્માના સર્વ પ્રદેશોમાં મૌલિક સ્વરૂપે સમાનતા છે. ભેદ નથી. પુદ્ગલ દ્રવ્ય સમાન નથી. રૂપ, રસાદિ પરિવર્તન પામ્યા કરે છે. જેથી આત્મા નિત્ય અને અખંડ કહ્યો છે. પુદ્ગલને ક્ષણિક અને ખંડિત કહ્યું છે.
દ્રવ્યત્વ = દ્રવ્ય કોને કહેવાય? “ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્”
ગુણ કોને કહેવાય ? પદાર્થની કાર્યશક્તિને ગુણ કહેવાય. કાર્યશક્તિથી દ્રવ્યની જાતિ જણાય તે ગુણ.
જે ગુણ સક્રિયપણે કાર્યશક્તિમાં વર્તતો હોય તે પર્યાય કહેવાય. પર્યાય એટલે અવસ્થા - દશા - સ્થિતિ.
ગુણ, સહભાવી હોવાથી નિત્ય છે. પર્યાય નિત્યાનિત્ય છે. ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org