________________
સ્વરૂપસાધનાનાં સોપાન
•
સ્થિતિમાં અન્યોન્ય નિમિત્ત થાય. ચૌદરાજ-લોકમાં ક્યાંય ભેદ નહિ. ભીડ નહિ. રૂકાવટ નહિ. પરમાણુથી માંડીને મોટા સ્કંધો વિમાન જેવાં સાધનો, માનવો, દેવો, સૌ માટે એક જ નિયમ તેવી અદ્ભુત રચના છે.
પુદ્દગલ દ્રવ્ય ચોદરાજલોક વ્યાપ્ત છે. છતાં તેની પર્યાયોમાં વિચિત્રતા છે. ભેદ છે. ખંડ છે. સ્વર્ગાદિ ભિન્ન છે. તેથી ભોક્તાને સ્પર્શ-વર્ણાદિ ભિન્ન ભિન્નરૂપે છે. એકરૂપ લાગતું નથી.
ધર્મનું રહસ્ય એ છે કે પર પદાર્થોથી વિમુખ થઈ આત્મ સન્મુખ થવું. સ્વરૂપ સ્વસંવેદ્ય છે. તેનું વેદન કરો. આત્માના અસંખ્ય પ્રદેશો અભેદ (ઐક્યતા) અને અભેદ્ય છે. તે અનાદિ અનંતકાળ તેમજ રહેવાના છે. તેમાં કોઈ કાળે ભેદ પડવાનો નથી. પુદ્ગલ દ્રવ્ય ભેદરૂપ છે. ભેગાં થાય અને છૂટાં પડે. જીવ માત્રના આત્મ પ્રદેશોની સંખ્યા - સમ એટલે અસંખ્યાત પ્રદેશી છે. ચૈતન્ય જાતિએ સમ છે. ગુણપ્રાપ્તિમાં સમ છે. સંસારી જીવને પુદૂગલ સંગે-સંકોચ વિસ્તાર થાય. કીડી જેટલા શરીરમાં એ અસંખ્યાત પ્રદેશો સંકોચ પામે, હાથીના શરીરમાં એ જ જીવના પ્રદેશો વિસ્તાર પામે. વધઘટ થાય નહિ. પુદ્દગલ દ્રવ્યના પોતાના સંકોચ વિસ્તારમાં સમ સંખ્યા રહેતી નથી. પુદ્દગલ સ્કંધોના પ્રદેશોની સંખ્યા વિષમ હોય છે.
૧૭૮
જીવ સાથે જે મોહનો - દેહનો વળગાડ છે તેનો સાધકને બોજો લાગવો જોઈએ. મોહનીયની પીડાનું વેદન થવું જોઈએ. તો ભવ નિર્વેદપણું આવે. માત્ર મોક્ષની અભિલાષા ટકે. માટે તત્ત્વોનો શાસ્ત્રાભ્યાસ કરી અંતર્મુખ થવાનું છે. શાસ્ત્રમાં જોવાનું નથી. શાસ્ત્રને વળગી રહેવાનું નથી. બોધને વળગવાનું છે. બોધને જીવનમાં ઘટાવવાનો છે.
નિરાવરણ જ્ઞાનરૂપ પરમાત્માને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે અભેદ-શુદ્ધરૂપ છે. સાવરણ આત્માને દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદાભેદ છે. દ્રવ્ય-ગુણ સત્તામાં શુદ્ધ હોવાથી અભેદ છે. પર્યાયમાં મિલનતા હોવાથી ભેદ છે. મિલનતા યજીને નિત્ય અવસ્થાનું - ત્રિકાળીનું લક્ષ્ય કરવાનું છે.
ગુણની વ્યાખ્યા : દ્રવ્યના આધારે ગુણ છે ગુણને જેમ આધારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org