________________
૧૮૨
સ્વરૂપસાધનાનાં સોપાન છે. પ્રકૃતિ, સ્થિતિ સ્થિતિ રસનો આધાર કાર્મણવર્ગણા છે.
પુદ્ગલદ્રવ્ય = દ્રવ્ય, ગુણ અને પર્યાવથી ખંડિત છે.
શુદ્ધાત્મદ્રવ્ય = દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અખંડિત છે અને અભેદ છે.
દ્રવ્યનું સત્પણું = અનાદિઅનંતકાળ ત્રિકાળ રહેવું તે સત્.
અખંડ દ્રવ્ય એટલે અસંખ્ય પ્રદેશ પિંડત્વ. આત્માનો એક પ્રદેશ એ દ્રવ્યાંશ પર્યાય છે. કેવળજ્ઞાન એ ગુણાંશ પર્યાય છે. આત્મ દ્રવ્ય સ્કંધ અને પ્રદેશયુક્ત છે. પણ દેશભેદ નથી કારણકે આત્માનું જ્ઞાનકાર્ય જ્ઞાન પ્રત્યે છે (ય પ્રત્યે હોવા છતાં) અને સર્વ ગુણોનું વેદનરૂપ કાર્ય એક સમયે અભેદ છે, સમકાલીન છે, અક્રમ છે, અખંડ છે. આત્મા, ધમ-અધર્મા-આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ ત્રણ ભેદ છે. પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ચાર ભેદ છે. પુદ્ગલનો પ્રદેશ છૂટો પડી પરમાણુ બને છે. પરમાણુનું ભેગું થવું તે સ્કંધ છે. ૦ આત્મામાં જ્ઞાનરસશક્તિ સિદ્ધ છે. ૦ આકાશમાં અવગાહન પ્રદાનરસ શક્તિ સિદ્ધ છે. ૦ ધર્મામાં ગતિ પ્રદાનરસશક્તિ સિદ્ધ છે. ૦ અધમમાં સ્થિતિ પ્રદાનરસ શક્તિ સિદ્ધ છે. ૦ કાળમાં પરિવર્તનશીલ શક્તિ છે.
આ દરેકની સિદ્ધતા સહજ છે. કદી ખૂટે નહિ. અન્ય પદાર્થો પરત્વે તે પદાર્થોની સહજ શક્તિની સિદ્ધતા ત્રિકાળ કાર્યરૂપ રહે છે. એક સમય માટે પણ તિરોહિત નથી તે તેની અવિનાશીતા છે.
જીવદ્રવ્યની અપેક્ષાએ ચેતનની સંખ્યા અનંતની પણ ભેદ અસંખ્યાતા ચોર્યાશી લાખ યોનિ પ્રમાણ. આત્માના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા છે. જીવમાત્રને ભેદદષ્ટિથી જોવા તે વ્યવહાર છે, બાહ્ય દૃષ્ટિ છે. સ્વરૂપ અભેદ છે. ભેદ દૃષ્ટિને સાધન બનાવી અભેદ થવાનું છે ! હું સિદ્ધ સ્વરૂપ છું | એ શ્રેષ્ઠ અધ્યવસાયથી ભેદદષ્ટિ ટળી જાય છે.
પુદ્ગલ દ્રવ્યો પણ ઉપાદેય બની શકે છે, જેમ કે મૂર્તિ, શાસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org