________________
૧૮૬
નિરાવરણ થવાનો પુરુષાર્થ કર.
પાંચે અસ્તિકાય દ્રવ્યો સ્વયંભૂ છે. તે કોઈનાથી બનતા નથી અને બગડતા નથી. તે દ્રવ્યોના પ્રદેશના આધારે ઉત્પાદ વ્યય થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમ કહેવું તે ઉપચાર છે. વાસ્તવમાં જ્ઞાન નિરાવરણ બને છે તે કેવળજ્ઞાન છે. સ્વભાવગત વસ્તુ કે સજાતીય વસ્તુ સ્વયં આવરણરૂપ ન થઈ શકે એટલે જ્ઞાન આત્માને આવરી શકતું નથી. ઘાતીકર્મો આત્માના ગુણોને આવરે છે. આત્માના પ્રદેશોની સત્તાને આવરણ થતું નથી. આત્માને નિરાવરણ થવા સ્વબળની જરૂર છે. કાળ શું વસ્તુ છે ? કાળ એટલે વર્તના-પરિવર્તન.
કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી. છતાં પ્રતિ સમયે પદાર્થોમાં થતા ઉત્પાદ વ્યયમાં કાળ ઉપરિત દ્રવ્ય મનાયું છે. વ્યવહાર અપેક્ષાએ કાળ સમયથી માંડીને યુગો પર્યંત અનાદિઅનંત મનાયો છે.
ભગવાનની મૂર્તિમાં આપણે જે ભગવદ્ભાવ કરીએ છીએ તે મૂર્તિને પણ સાદિસાંત કાળ લાગુ પડે છે. આપણા આત્મામાં જ પરમાત્મભાવ છે તે કાળ અપેક્ષાએ અનાદિઅનંત છે. અનાદિ અનંતકાળની અપેક્ષાએ પ્રત્યેક સમય કાળનું મધ્યબિંદુ છે. જેમ આકાશાસ્તિકાયનો પ્રત્યેક પ્રદેશ મધ્યબિંદુ છે કારણ કે તે અસીમ દ્રવ્ય છે.
જીવ અને પુદ્ગલનું પરિવર્તનપણું તે કાળ છે. ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયનું વિનાશીપણું તે કાળ છે. એટલે કાળને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. કાળ એટલે વર્તના, દરેક પદાર્થોમાં પોતાનામાં જ વર્તે છે, તે વર્તનાને કાળ કહેવાય છે.
જેનું સ્મરણ છે. અનુભવ નથી.
ભૂતકાળ જે વિનષ્ટ છે ભવિષ્યકાળ અનુત્પન્ન છે. જેની કલ્પના છે. અનુભવ નથી. વર્તમાનકાળ – પ્રતિપળે પ્રત્યક્ષ છે. વાસ્તવિક છે. અનુભવ ગમ્ય છે.
–
આ ત્રણે કાળ તે તે સમયવાળા છે. તે અપેક્ષાએ અનાદિઅનંત નથી.
કાળ ક્યા છે ?
આપણા જીવનમાં કાળ ઉપચિત છતાં આપણે કેવા બંધાઈ ગયા
Jain Education International
---
સ્વરૂપસાધનાનાં સોપાન
For Private & Personal Use Only
www.jainelibrary.org