________________
૧૯૧
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
જ્ઞાન જીવનો ગુણ છે. અને શક્તિરૂપે વ્યક્ત થતાં પર્યાય છે. અભ્યાધિક જાણવાની ક્રિયા થાય છે તે પર્યાયના ભેદ છે. કેવળજ્ઞાન પણ જ્ઞાનગુણની પર્યાય છે. પૂર્ણ જાણપણું છે તેથી નિત્ય પર્યાય કહેવાય. ગુણ અને પર્યાય દ્રવ્યના આધારે રહે છે. ગુણમાં જે ભેદ પડે છે તે પર્યાય કહેવાય. ગુણની ક્રિયા એ પર્યાય છે. ગુણ નિરાવરણ - નિત્ય છે તો ગુણ ક્રિયા પણ નિત્ય છે. ગુણ કાર્ય અપૂર્ણ હોય તો ક્રિયા અપૂર્ણ છે. સાવરણતા જીવાસ્તિકાયને લાગુ પડે છે બીજા અસ્તિકાયને નહિ. - નિશ્ચયથી આત્મ સ્થિરસ્વરૂપ છે. યદ્યપિ તે સ્થિરતા પ્રાપ્ત થાય પછી પરિભ્રમણ ટળે છે. સમગ્ર વિશ્વ એ પૂર્ણજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તું પ્રતિબિંબ નથી. બિલ્બમાં પ્રતિબિંબ છે પણ પ્રતિબિંબ તે બિમ્બ નથી.
દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે, તેનું ચિંતન ધર્મધ્યાનરૂપ છે. ધર્મધ્યાન શુક્લધ્યાનનું બીજ છે. શુક્લધ્યાનની ફળશ્રુતિ કેવળજ્ઞાન અને અનુક્રમે મુક્તિ છે.
કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી, વર્તના તેની ક્રિયા છે, તેથી તે ઉપચરિત દ્રવ્ય છે. તે અસ્તિકાય નથી. સંસારી જીવોને જેમ દેહનું ભાન છે, દેહાધ્યાસ છે, તેમ કાળનું પણ બંધન છે. દેહાધ્યાસ દ્રવ્યથી અધ્યાસ છે. દિશાક્ષેત્ર એ ક્ષેત્રથી અધ્યાસ છે, સમય એ કાળ અધ્યાસ છે. આ ત્રણે અધ્યાસ એ સંસારી જીવના મોહભાવો છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં સ્વબુદ્ધિ કરવાથી જીવનો આનંદ વિકારી, અને જ્ઞાન મિથ્યા છે. જીવનું પ્રેમતત્ત્વ મોહરૂપ બને છે. અધ્યાસ એટલે ભ્રમ. જે વસ્તુ જે સ્વરૂપે છે તેમ ન માનવી તે અધ્યાસ, ભ્રમ, ભ્રાંતિ અસત્ તત્ત્વ છે. ભ્રમ વગેરે કઈ સ્વતંત્ર વસ્તુ નથી તેથી ટળી શકે છે.
વિશ્વના દર્ય પદાર્થોનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. તે પદાર્થો નિરંતર પરિવર્તનશીલ છે. જીવના જ્ઞાન-દર્શન પ્રમાણે શેય પદાર્થનું સ્વરૂપ છે. ધર્મ દૃષ્ટિને શુદ્ધ-સિદ્ધ કરવા મથે છે. અધર્મ સંસારના પદાર્થોની સિદ્ધિ કરવા મથે છે.
પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર = શરીર એ આત્મા છે એમ માનવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org