________________
સ્વરૂપસાધનાનાં સોપાન
પ્રદેશે પ્રદેશે સ્થિરતા પામે. ત્યાર પછી ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તેરમે ઇર્યાપથ આશ્રવ જેવી સકંપ અવસ્થા છે. છતાં બંધ નથી. મન બુદ્ધિ ચિત્ત સૌ આત્મા વડે પ્રકાશિત છે. અને કાર્ય કરે છે. તે સર્વેને આત્મામાં લય કરો તો મન, બુદ્ધિ, ચિત્તનો નાશ થઈ કેવળ જ્ઞાન ઉપયોગ કાર્યાન્વિત બનશે. મન, બુદ્ધિ, ચિત્તનું મૂલધાર આત્મા છે. આત્મા સર્વસ્વ છે, મન કંઈક છે. અજ્ઞાન વડે મન સર્વોપરી જણાય છે. દેહમાં દીર્ઘકાળથી રહેવા છતાં આત્મા જડ રૂપે બન્યો નથી, તેથી આત્માનો ચૈતન્ય ગુણ પૂર્ણપણે વિકાસ પામી શકે છે. જીવ સંસારથી સર્વથા મુક્ત થઈ શકે છે. પૂર્ણ આનંદને પ્રાપ્ત કરે છે.
૧૮૦
કંઈ જ ન જાણે તે છદ્મસ્થ એમ નથી. ભલે સર્વ ન જાણે. પણ ચેતન હોવાથી કંઈક જાણે છે. હું મનુષ્ય છું તે પર્યાય (અવસ્થા) છે. જાણનાર તત્ત્વ આત્મદ્રવ્ય છે. મનુષ્યપણું એ સંસારી જીવની કર્મજનિત વર્તમાન પર્યાય છે. વળી ભવાંતર થતા આત્માને દેહનો નવો પર્યાય થાય છે. દેવ પર્યાય મળતા હું દેવ છું તેવી પર્યાયબુદ્ધિ થાય છે. સિદ્ધ પરમાત્મા ત્રણે કાળ ત્રણે પ્રકારે શુદ્ધ રહેવાના છે. તેમની પર્યાય બદલાવાની નથી તેથી તેઓના દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ છે. તેમનું રૂપ નથી બદલાતું તેથી નામ બદલાતું નથી. વળી તેને અપાતા સર્વ વિશેષણો પણ અભેદ રહે છે.
નિરંજન = શુદ્ધ.
નિરાકાર એકાકાર
પૌદ્ગલિક આકાર રહિત.
સ્વરૂપ એકતા.
તદાકાર = સ્વરૂપ સાથે તદ્રુપ.
અચલ = અત્યંત સ્થિર.
અનંત સિદ્ધોનું સુખ, શુદ્ધતા, સ્થિરતા વગેરે સર્વ સમાન છે. સંસારી જીવના વિશેષણોના અર્થ એક નહિ આવે. મનુષ્યના લક્ષણ દેવમાં નહિ હોય. પૌદ્ગલિક પદાર્થના નામ બદલાય આકાર બદલાય, ટેબલ-ખુરશી, બંગડી, વીંટી વગેરે. જે જે અનંત આત્માઓ નિરાવરણ થયા છે અગર
Jain Education International
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org