________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૭૯ જરૂર છે તેમ ગુણને અર્થ ક્રિયા હોય. દ્રવ્યનો અસાધારણ ગુણ જાતિભેદ કરે. જેમ કે આત્માનો ચેતના ગુણ પુદ્ગલનો જડત્વ ગુણ છે. દ્રવ્યના પૂરા પ્રદેશમાં વ્યાપીને રહે, દ્રવ્ય ગુણ વગરનું ન હોય. અને ગુણ અક્રિયા વગરનો ન હોય. દ્રવ્યને જ્યારે મૂળ સ્વરૂપે જુઓ ત્યારે તે સામાન્ય નિર્વિકલ્પ) હોય. ગુણ વિશેષ હોય. જ્યારે ગુણ સામાન્ય હોય ત્યારે પર્યાય વિશેષ બને. ગુણની અર્થ ક્રિયા એ પર્યાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનો મૂળ ગુણ જ્ઞાન છે, જાણવાની ક્રિયા એ પર્યાય વિશેષ. જેમ વૃક્ષનું મૂળ સામાન્ય, પણ થડ પાંદડાં વિશેષ, કારણ કે તે તેની અર્થ ક્રિયા છે. વૃક્ષ પાંદડાં વગેરેથી શેય બને છે. જ્ઞાનનો ગુણ જાણવું, જાણવાની ક્રિયા તે પર્યાય.
પર્યાયનાં લક્ષણો: એકતમ્ ચ બહુતમ્ ચ સંખ્યા સંઠાનમેવમુ ચ, સંજોગમું વિજોગમ્ ચ પજ્જયણામ તુ લખાણા....
એક થવું, બહુ થવું. સંખ્યા, સંસ્થાન, પ્રદેશી, સંયોગ, વિયોગ થવો વગેરે પર્યાયનાં લક્ષણો છે. દરેક સમયે બદલાતી અવસ્થા છે માટે પર્યાય દૃષ્ટિને છોડવી અને ત્રિકાળી ધ્રુવને લક્ષ્ય બનાવવું.
એકત્વ અને પૃથકત્વ એ પર્યાયનું લક્ષણ છે. એકત્વ એટલે દ્રવ્યનું જાત્યાંતર ન થવું. અનેકત્વમ એટલે પદાર્થને અનેક પાસાથી જોવો. જેમ કેરી એક પદાર્થ છે તે અન્યરૂપે નથી. પરંતુ તેમાં રંગ રૂપ જાતિ વગેરે ઘણા પ્રકાર છે. દરેક પદાર્થનું કાર્ય અલગ અલગ હોય છે. એક જ દ્રવ્યમાં સજાતીય ઘણા ગુણો હોય. જો પર્યાય મલિન તો તેના આધારરૂપ પ્રદેશ પર મલિનતા હોય. વિહરમાન કેવળી ભગવંતને અઘાતીકનો ઉદય હોવાથી પ્રદેશ મુક્તિ ન હોવાથી તેટલી અશુદ્ધિ કહેવાય. ઉપયોગની પૂર્ણ શુદ્ધિ છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આનંદ સુખને એક જ સમયે વેદે છે. ક્રમ પડતો નથી. જેમ આહારના એક પદાર્થનો જીભને સ્પર્શ થતાં તેમાં રહેલા રસો એક સાથે જણાય છે. (ક્રમિક હોવા છતાં).
આત્માની પર્યાયો સમુચ્ચય - અવિનાશી બને ત્યારે તે આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org