________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૭૩
પુદ્ગલરૂપી આપણા દેહમાં આપણે આત્મબુદ્ધિ કરીને ભોગ અને સુખબુદ્ધિ કરી છે. તેથી આત્માની મહાસત્તા ઉપર પુદ્ગલ દ્રવ્યની મહાસત્તાનો પ્રભાવ સ્થાપિત થયો છે. તે જ આત્મા પર આવરણ છે. પુદ્ગલ દ્રવ્યના જડત્વની મહાસત્તાને ઉથાપવાની છે. જેથી ચેતનાની મહાસત્તા પ્રગટ થાય.
આપણે પરમાત્મા - ભગવાનને સર્વ શક્તિમાન કહીએ છીએ કારણ કે તેઓએ પોતાના સ્વબળે, વીર્યશક્તિને ફોરવીને સર્વઘાતી કર્મોનો ક્ષય કર્યો. આવરણને ખતમ કર્યું. તેઓ સર્વ અવાંતર સત્તાઓને ખતમ કરી સર્વ શક્તિમાન થયા.
મતિજ્ઞાનમાં જેટલા મોહનીય ભાવો છે તે અવાંતર સત્તારૂપે છે. મહાસત્તા વૈરાગભાવને અભિપ્રેત છે. આપણે ઈન્દ્ર, ચક્રવર્તી કે સમ્રાટ બનીએ તે એકાંત સમ્યગુ નથી પરંતુ કેવળી બનવું તે એકાંત સમ્યગુ. છે. સંસારી જીવ ધર્માસ્તિકાયના નિમિત્તથી ગતિશીલ છે, અધર્માસ્તિકાયના નિમિત્તથી અયોગી ગુણસ્થાનકે જીવ સ્થિતિસ્થાપક છે. સંસારી જીવના આત્મપ્રદેશો સતતપણે કંપનયુક્ત છે.
- વિશ્વમાં એકથી અધિક સજાતીય કે વિજાતીય દ્રવ્યો ન હોય તો ધમને કંઈ વિચારવાનું ન હોત. નાસ્તિકધર્મ પણ ન હોત. સને આધારે અસનું અસ્તિત્વ છે. તેમ આસ્તિષ્પને આધારે નાસ્તિપણું છે.
પુગલદ્રવ્યમાં જે ગતિ અને સ્થિતિ ધર્મ છે. તેને કારણે જીવનું ત્રસ અને સ્થાવરપણું પણ જણાય છે. સંસારી જીવ નામકર્મવાળા હોવાથી અનાદિસાંત કે સાદિઅનંત સ્થિતિવાળા નથી પણ સાદિસાંત સ્થિતિવાળા છે. ગતિસ્થિતિ ધર્મો પુદ્ગલ દ્રવ્યના સંયોગે છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ ગતિ નથી. પુદ્ગલ દ્રવ્ય ગતિ કરીને સ્થિતિ અને સ્થિતિ થયા પછી ગતિને પામે છે. પુદ્ગલ દ્રવ્ય સાદિઅનંત સ્થિતિ પામતા નથી.
સંસારી જીવના નામ કર્મ પ્રમાણે તેને ગુણ ધર્મો હોય છે. તે પ્રમાણે વેદનીય કર્મના સુખદુઃખ પરિણમે છે. પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ જ પરિભ્રમણ છે. તેના પેટા ભેદો અઘાતીક છે. તે મોહનીય કર્મના વેદનનાં સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org