________________
૬. જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ગુણપર્યાયવ ્ દ્રવ્યમ્
વિશ્વ૨ચનામાં સર્વજ્ઞ ૫રમાત્માએ મુખ્યપણે છ દ્રવ્યોનું નિરૂપણ કર્યું છે. છ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે. એક જ આકાશક્ષેત્રમાં રહેલાં આ છ દ્રવ્યો સ્વભાવથી જાત્યાંતર કરતા નથી. અદ્દભુત રીતે પોતાનું સ્વરૂપ ટકાવી અન્યોન્ય નિમિત્ત બને છે. જીવ અને પુદ્ગલના સંયોગ-વિયોગમાં જે વિકૃતિ જણાય છે તે કર્મના આવરણને કા૨ણે છે. છએ દ્રવ્યો ગુણ પર્યાયથી યુક્ત છે.
દ્રવ્ય : પ્રદેશ પિંડત્વ (મૂળાધાર)
ગુણ : દ્રવ્યના સહભાવી, પ્રદેશ સાથે ઓતપ્રોત પર્યાય : ગુણની વ્યક્ત થતી અવસ્થા આધેય. સત્: વિદ્યમાનતા, હોવાપણું.
દ્રવ્ય અને પર્યાય ભિન્નાભિન્ન છે, દ્રવ્ય નિત્ય છે. પર્યાય અનિત્ય છે. પ્રદેશથી પર્યાય અભિન્ન છે. લક્ષણથી પર્યાય ભિન્ન છે.
ધ્રૌવ્ય દ્રવ્યના આધાર પર ઉત્પાદ-વ્યય છે. દ્રવ્ય અદ્વૈત (એકરૂપ) અને પર્યાય દ્વૈત (અનેક) હોય ત્યાં ઉત્પાદવ્યય યુક્ત દ્રવ્ય સત્ છે. જ્યાં દ્રવ્ય અદ્વૈત અને પર્યાય અદ્વૈત છે ત્યાં ત્યાં ઉત્પાદ વ્યય નથી. ધર્માસ્તિકાય
·
અધર્માસ્તિકાય, આકાશાસ્તિ અને સિદ્ધ પરમાત્મા અદ્વૈત છે. પુદ્ગલ દ્રવ્ય દ્વૈત છે, તે સજાતીય અને વિજાતીય દ્રવ્યના બદ્ધ સંબંધમાં આવે છે. અને પોતાના વર્ણાદિ ગુણોમાં રૂપ રૂપાંતરતા પામે છે. તેથી પુદ્ગલ દ્રવ્ય દ્વૈત છે, તેમાં ઉપચિરત પર્યાય નથી. સ્વગત પર્યાય છે. તેને માટે જીવ દ્રવ્ય ઉપતિ કહેવાય. તેમાં પદ્રવ્ય નૈમિત્તિક હોય છે, અને તે ઉપચિરત હોવાથી ટાળી શકાય છે.
બદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થાનું પાત્ર જીવ દ્રવ્ય છે. તે બદ્ધ આવરણ અને અવસ્થા જીવના ગુણ-પર્યાય ઉપર થાય છે. પરંતુ તેનો ઉપચારથી દ્રવ્ય ઉપર આરોપ થાય છે કે આત્મા બંધાય છે, આત્મા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International