________________
૧૫૧
અધ્યાત્મયોગ દૂર સુધી વગર પાંખે, વગર આંખે ક્ષણ માત્રમાં જઈ શકે છે, જોઈ શકે છે. માટે જ્યોતિર્મય છે. પ્રકાશમય છે. જોકે જ્યોતિર્મય છતાં તે શુભાશુભભાવ કરી શકે છે. જો ઉત્કૃષ્ટ અશુભભાવ કરે તો તે મન જીવને નરકનિગોદમાં ધકેલી દે છે. અને ઉત્કૃષ્ટ શુભભાવ કરે તો દેવમનુષ્ય ગતિ પામી શકે છે. એ જ મન-ભાવ-ઉપયોગ શુદ્ધ બને તો જીવ સંસારથી મુક્ત થઈ શકે છે.
આત્માના આનંદનો અનુભવ કરવો તેનું નામ અધ્યાત્મ છે. અનાદિ કાળથી આત્મા પાસે જ્ઞાન-દર્શન લક્ષણરૂપે છે. પરંતુ સ્વરૂપનું અનુભવન અધ્યાત્મ યોગથી થાય છે. જ્ઞાનનો ક્ષયોપશમ પ્રાયે અભ્યાસથી થાય. પરંતુ આત્માનો આનંદ તો એકાંતે મોહનાશથી થાય. અશાંતિ મોહના સંયોગથી થાય છે.
હાસ્ય મોહનીયકર્મની પ્રકૃતિ છે, તેમાં રતિનું વેદન છે તે ભ્રામક છે. રાગ દ્વેષ મૂળ દોષ છે, તેના આધારે ભય શોક વગેરે આવ્યા કરે છે. આપણું મન અનાદિકાળથી આવા સ્થૂલ કષાયોમાં અને વિષયોમાં રમાડીએ છીએ. એ મનને સૂક્ષ્મ - (આત્મ વૈચારિક) બનાવીને લય કરવાનો છે. મન એટલે વિચારવું. કેવળજ્ઞાન વિચારતત્ત્વ નથી, વિચારતત્ત્વ અપૂર્ણ અવસ્થા છે. માટે મનનો લય કરવાનો છે. મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવું - ઇચ્છા કરવી તે છે. તે ઇચ્છા બુદ્ધિપૂર્વક વિચારણાપૂર્વક કેમ પાર પાડવી તે નિરંતર વિચારાય છે. પરમાત્માના સંગે અને રંગે આ અસત્ વિચારધારાને સુધારવાની છે. વિનાશી તત્ત્વ સંબંધે મન જે કંઈ વિચાર કરે તે મનને સુધરેલું ન કહેવાય. તે વિચારણા ભૌતિક જગતમાં ગમે તેવી આશ્ચર્યજનક હોય તોપણ અવિનાશી એવા પરમાત્મતત્ત્વનો આંશિક વિચાર, સભાવ છે.
દશ્ય – અવલંબન રહિત દૃષ્ટિ શુદ્ધ બને તે નિરાલંબન અધ્યાત્મયોગ છે. ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં પરમાત્માના અને આત્માના પ્રદેશોનું દર્શન થાય ત્યારે નિરાલંબન દૃષ્ટિ બને. સિદ્ધ પરમાત્માએ આત્માના પ્રદેશોનું સ્થિરત્વ અને આત્માના પર્યાયોનું અવિનાશીપણું પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org