________________
અધ્યાત્મયોગ
૧૪૯ કર્તાભોક્તા ભાવ અસત્ છે. જે તને દેખાતું નથી તે તો સર્વમાં અને સર્વમય છે. તે અદ્દભુત છે.
જૈનત્વ શું છે ? પૌગલિક પદાર્થો પરથી ભોગદષ્ટિ ઉઠાવી લેવી, પંચાચાર વડે પૌગલિક પદાર્થો પ્રત્યે વિજય મેળવવો તે જૈનત્વ છે. તે પદાર્થો સાથે મોહાદિ ભાવો છે, તેનો પરાજ્ય કરે તે જેન છે. અધ્યાત્મમાર્ગમાં ઇચ્છવાનું છે સાચું સુખ અને છોડવાનું છે. પૌદ્ગલિક સુખ દુઃખ ટાળવા માટે દુઃખને આમંત્રણ આપવાનું છે. ભૌતિક સુખ છોડવું એટલે દુઃખ છોડવા બરાબર છે. કદાચ સંસારના સુખ ભોગવતા પણ કંઈક આરાધના કરે તો નારક – તિર્યંચની ગતિના દુઃખથી બચે છે.
જીવનું લક્ષણ ધર્મ છે. તે લક્ષણની વિકૃતિ એ અધર્મ છે. પંચાચારનું પાલન તે ધર્મ છે. તેમાં અતિચાર – દોષ તે અધર્મ છે. જેમ વાત, પિત્ત અને કફના દોષથી સાત ધાતુમાં વિકૃતિ થાય છે તેમ મન-વચનકાયાના યોગ અશુભમાં પ્રવર્તે છે ત્યારે પંચાચારના પાંચ ઉપયોગમાં
સ્વરૂપ મટી વિકૃતિ પેદા થાય છે. ત્રણે યોગ કરણનો આધાર લઈ જીવ મિથ્યાત્વ આદિ ભાવ કરીને આવરણ કરે છે. આ ત્રણે યોગને શુભભાવમાં પ્રવર્તાવે, પંચાચારનું બાહ્યાભ્યતર પાલન કરે તો આત્માના જ્ઞાનાદિ નિરાવરણ બને. તે સાધના છે. તે અધ્યાત્મયોગ છે.
જો પ્રકાશ ન મળે, શંકા ન ટળે, સમાધાન ન થાય તર્કવિતર્કોનો અંત ન આવે તો તે જ્ઞાનનો શો અર્થ છે?
અનાદિ કાળથી જીવ ધર્મ–અધર્મ વચ્ચે ઝોલા ખાતો આવ્યો છે. સ્વભાવથી વિરુદ્ધ વર્તન તે અધર્મ છે, એ ધર્મને આધારે અધર્મ રહેલ છે. અધર્મનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ધર્મને ધર્મનું જ સ્વતંત્ર અસ્તિત્વ છે. ધર્મની વિકૃતિ એ અધર્મ છે. વિકૃતિ ટાળી શકાય છે. પ્રકૃતિ (સ્વભાવ) ટાળી શકાતી નથી. પ્રકૃતિ આધાર અને વિકૃતિ આધેય છે. ધર્મને દબાવીને અધર્મ રહે છે. જેમ કપડાની સફેદાઈને દબાવીને મેલ રહે છે ને ?
આત્માનાં જ્ઞાનાદિ ગુણ, કે લક્ષણોની વિકૃતિ – અઆવરણ છે, સંસાર છે. પરમતત્ત્વનો આદર્શ સામે રાખી આપણા દોષો જોવાના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org