________________
:
૫. સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
સમ્યગ્દર્શન : મિથ્યાત્વનું વર્જન, સ્વભાવનું સર્જન.
સમકિત એ મુક્તિનું ગર્ભગૃહ છે. જ્યારે પણ કોઈ જીવ મુક્ત થશે ત્યારે તેના મૂળમાં સમિતનું બીજ વવાઈ ગયું હશે. જીવને વિષમતાથી, પ૨પરિચયથી મુક્ત કરાવનાર પ્રથમ સાધન સમકિત છે. જે જીવને સમત્વમાં લાવે છે. ઘણા દોષોનું વિસર્જન અને શુદ્ધિનું સર્જન કરનાર સમિત છે. આથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મોક્ષાર્થી પ્રભુનો અનુગ્રહ માંગે છે તે મળી ગયું કે મુક્તિ પ્રત્યેનું પ્રયાણ સરળ બની ગયું સમજો. સમ્યગ્દર્શન એ જગત પરત્વે ધ્રુવના તારા જેવું છે. દર્શન એક, પ્રમાણ એક, પણ દર્શનની શક્તિ અનંત ભેદે હોય. સ્વતત્ત્વ અને
ગુણ સજાતીય છે, તેને આશ્રિત જે સાધના થાય તે મોક્ષ સાધક હોય.
પ્રમાણ તત્ત્વ એકસાથે કહેવાતું નથી તેથી નય દ્વારા ક્રમથી કહેવાય છે. ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક પ્રાયે ક્ષયોપશમ સમકિત વડે હોય છે, તેથી સમ્યક્ત્વ મોહનીયના દળિયા આત્મ-પ્રદેશે વર્તતા હોય છે. એ જીવમાં સમ્યક્ત્વ વર્તે છે. પ્રથમ ગુણસ્થાનકે પણ ચેતન પરમાત્માની સજાતીય શુદ્ધિ અંશરૂપે છે. તેથી ચેતન મટીને જડ બનતો નથી. પણ ચેતન પરમાત્મા બની શકે છે. આથી જડ પદાર્થો એ ચેતનના વિજાતીય અંશ છે, ચેતન સજાતીય અંશ છે. ચોથાથી બારમા ગુણસ્થાનક સુધી સજાતીય શુદ્ધિ આંશિક છે, તેરમા અને ચૌદમા ગુણસ્થાન કે સજાતીય પૂર્ણ શુદ્ધિ છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચે આત્માના સજાતીય અંશો છે. આ પાંચે ગુણો અન્યોન્ય પૂરક છે. દેહ માટે જે નવ પ્રકારના પરિગ્રહ ઇચ્છીએ છીએ તે વિજાતીય છે. તેનું સ્વરૂપઐક્ય ન થાય. સંયોગીપણું મળે, ફ્ળરૂપે પ૨પદાર્થની મૂર્છા થાય.
આત્મચિંતા કરે સમ્યગ્દષ્ટિ અને તનની અને મનની ચિંતા કરે તે મિથ્યાષ્ટિ, આત્મચિંતા થાય તેને મનની અને તનની ચિંતા ટળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org