________________
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
૧૬ ૭
છે નિરાવરણ દા. એ મુક્તિ.
અજ્ઞાની દુઃખમાં પોતાની જ મૂછથી પોતાને આવરણ કરે છે. જ્યારે જ્ઞાની દુઃખને એક પર અવસ્થા માની વેદન કરતા નથી તેથી નિરાવરણ બને છે. સાધકે સુખદુઃખ, રાગ-દ્વેષ અને અજ્ઞાનના અજ્ઞાનથી મુક્ત થવાનું છે. અજ્ઞાન ટાળી પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પૂર્ણજ્ઞાન સમ્યગૂ છે, સમ્યગુજ્ઞાન પૂર્ણ નથી. માટે ચારિત્રશુદ્ધિ વડે સમ્યગૂજ્ઞાનથી આગળ જઈ પૂર્ણ થવાનું છે. સમ્યગૂજ્ઞાનની જાગૃતિમાં પ્રયાસ છે. પૂર્ણજ્ઞાન પરમ ઉજાગર દશા છે. આત્માનું કેવળજ્ઞાન પૂર્ણ આનંદ અને સર્વરૂપ છે.
સમ્યગુજ્ઞાન અઘાતી કર્મના ઉદય ઉપર પ્રભુત્વ મેળવે છે. અઘાતી કર્મની અસર લેતા નથી. અઘાતી કર્મના ઉદયમાં સુખની ઇચ્છા કરવી તે હીનત્વ છે, અજ્ઞાન છે, સમ્યગૃજ્ઞાની પરમાં સુખ માને નહિ, તેમાં સુખબુદ્ધિ કરે નહિ. સાધકે અજ્ઞાનથી પર થવાનું છે. વળી ક્ષયોપશમ -જ્ઞાનદશામાં જે આત્માનું સુખ વેદીએ છીએ તેનાથી પણ પર થવાનું છે, કારણ કે તે પૂર્ણદશા નથી. ક્ષયોપશમભાવે મોક્ષપ્રાપ્તિનો પ્રયત્ન તે સાચી નિશાની છે. છતાં ક્ષયોપશમભાવ અનિત્ય હોવાથી ટળી જવાનો છે. તેથી તેનાથી અતીત બનવાનું છે. ત્યાં અટકવાનું નથી. ક્ષાવિકભાવ આત્માનો નિત્ય છે. પૂર્ણ છે. તે ભાવ પ્રાપ્ત કરવાનો છે.
સમીતિ આત્મા પોતાના સંકલ્પમાં, શ્રદ્ધામાં દઢ છે. પરમાત્મતત્ત્વની શ્રદ્ધામાં દઢ છે. તેને અન્ય દર્શનીઓ ડગાવી શકતા નથી. અવિરતિ સમ્યગૃષ્ટિને જ્ઞાનાચાર અને દર્શનાચાર હોય છે. ચારિત્રાચાર નથી, તેઓ પંચમહાવ્રત ધારી નથી. એ દશામાં મોક્ષપ્રાપ્તિ સંભવ નથી તેની તેમને પીડા છે. તેથી દેશવિરતિ – સર્વ વિરતિના ભાવ રાખી સાધુ ભગવંતની વૈયાવચ્ચ કરી પુણ્ય ઉપાર્જન કરે છે. જે તેને સંસ્કારરૂપ બની અન્ય જન્મમાં સામગ્રી મેળવી આપે છે.
આ જગત જીવ અને અજીવમાં વહેંચાયેલું છે. તેમ સંજ્ઞિ-અસંજ્ઞિમાં વહેંચાયેલું છે. આ વિશ્વમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોનું જગત એક છે. તેમાં દેવ, મનુષ્યો, સંશિ તિર્યંચ પંચેન્દ્રિયો જીવો બેસે છે. તેઓ સાધર્મિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org