________________
૧૬.
સ્વરૂપસાધનાનાં સોપાન નહિ પુણ્યથી થોડી રાહત રહે, મનુષ્ય-દેવ ગતિ મળે. પણ સમકિતરહિત હોવાથી સાચી નિર્જરા ન થાય.
વળી લોભકષાયનો ત્યાગ કર્યા વગર ક્રોધાદિ જાય નહિ, લોભ કષાય ઓછો કરવા માટે પરિગ્રહ અલ્પ કરવો, અનુક્રમે સર્વથા ત્યજી દેવો, તે માટે ચાર ધર્મોમાં દાન, ધર્મની મુખ્યતા કહી છે. દર્શનમોહનો ઉપશમ કે ક્ષયોપશમાદિ થયા પછી કષાયો ઘટીને વીતરાગતા ન આવે તો ઉપશમ શ્રેણિ માંડનાર પણ ફેંકાઈ જાય. સંજ્વલન કષાયવાળા ચરિત્રમાં પણ તીવ્રતા આવતા અનંતાનુબંધી જેવી તીવ્રતા થતા જીવ પડે છે. વળી અનંતાનુબંધીના કષાયવાળો જીવ કષાયની અત્યંત્ય મંદતા કરે મિથ્યાત્વ મંદ થતાં ઉપરના ગુણસ્થાનકે ચઢે છે.
સાધનામાં સાધનના ઝઘડા મંદ કરવા, ત્યજી દેવા, સાધન સંઘર્ષ માટે નથી. સમ્યકત્વની સિદ્ધિ માટે છે. કષાયની ઉપશાંતતા થાય, જ્ઞાની કહેવાય. અન્યને ભ્રાંત કહેવાય. ઉપયોગમાં જેટલો અનંતાનુબંધી કષાય વધુ તેટલો ઉપયોગ ભ્રાંત અને વિનાશી છે. અપ્રત્યાખ્યાનીમાં તે મંદ થાય છે. પ્રત્યાખ્યાની કષાય સંજ્વલન કષાયના અંશવાળો છે. દશમા ગુણસ્થાનકે કષાયયુક્ત ઉપયોગની વિનાશીતા ખતમ થાય છે. તેરમા ગુણસ્થાનકે ઉપયોગ અવિનાશી બને છે.
વ્યવહાર સમકિત = સદેવ, સગુરુ, સધર્મની તથા તત્ત્વની યથાર્થ શ્રદ્ધા.
નિશ્ચય સમતિ = સદેવ - સતગુરુ, સતધર્મ દ્વારા રાગદ્વેષ, અજ્ઞાન, મોહના ભાવો દૂર થાય. પર પદાર્થો મારા નથી એમ પોતાનો સ્વરૂપને લક્ષ્યપૂર્વક સાધે. તેવું ભેદજ્ઞાન જરૂરી છે. સદૈવાદિની આરાધનાનું ફળ આ છે. મારો આત્મા સમ્યગૃજ્ઞાન-દર્શનાદિ ગુણોથી અભેદ છે. જ્યાં સ્વરૂપ રમણતા છે.
• સ્વગુણ પર્યાયનો સંયોગ ન હોય, સ્વભાવ હોય. છે પર પદાર્થનો સંયોગ અને વિયોગ હોય. • સાવરણ દશા તે બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org