________________
૧૬ ૨
સ્વરૂપસાધનાનાં સોપાન ન થાય ત્યાં સુધી અહંકાર ત્યજી દેવાનો છે. આ જન્મનો મિથ્યાષ્ટિ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી મોક્ષપ્રાપ્ત કરી શકે છે. (દઢપ્રહારી, અર્જુનમાળી) વળી સમકિતવંતને ભવ બાકી હોય છે. પરંતુ તે અવશ્ય મોક્ષ પામે છે પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી છવાસ્થને અજ્ઞાનરૂપી અંધકાર છે.
આઠમા ગુણસ્થાનકે યોગ્ય કાળે ક્ષપકશ્રેણિ મંડાઈ શકે છે. ક્ષાયિક સમ્યકત્વ, પૂર્ણ વીતરાગતા, ક્ષપક શ્રેણિ અને કેવળજ્ઞાન આ કાળે અન્ય ક્ષેત્રે પામી શકીએ છીએ. પૂર્ણ વીતરાગતા માટે સબળ પુરુષાર્થની જરૂર છે. પરંતુ સયોગી કે અયોગી ગુણસ્થાનકે પુરુષાર્થની જરૂર નથી.
સમ્યગૃવંત ભવ્યાત્મા ભવભીરુ હોય છે. મારે હજી કેટલા ભવ બાકી છે ? તેવો ધર્મજનિત વિચાર તેને વૈરાગ્ય પ્રત્યે પ્રેરે છે. તેથી અગ્રહણને ગ્રહણ કરતો નથી. આત્મસ્વરૂપમાં લીન થાય છે. અભવિ જીવ અહિંસાદિ પાલન કરે પરંતુ શુદ્ધસ્વરૂપ પ્રત્યે વીર્ય સ્ફરતું નથી. સામાન્યપણે જીવો સાદિસાંત કર્મ અને તેના પરિણામમાં રોકાયેલા રહે છે. પરંતુ અનાદિઅનંત જે અસ્તિત્વ છે તેવા શુદ્ધસ્વરૂપ પ્રત્યે પણ વલણ કરતા નથી. પરમાત્માના સ્વરૂપને ભજે છે. તેમના સ્વરૂપનું ધ્યાન કરે તો તે ભજના ધર્મનો સાર છે. ચક્રવર્તી અને ઇન્દ્રના પુણ્ય કરતા પણ અનંત પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તેને અરિહંત સિદ્ધના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થાય છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા એકાવતારી ઈન્દ્ર પણ પંચકલ્યાણકનો મહોત્સવ કરી સમકિતની રક્ષા કરે છે. પરમાત્માની મૂર્તિને નિહાળી પછી અંતરને પરમાત્મમય બનાવો.
સમ્યગૃદૃષ્ટિ આત્મા જો ભાવશુદ્ધિ કરે તો ક્ષયોપશમિકમાંથી ક્ષાયિક થઈ શકે. પછી તો સિદ્ધત્વનું અંતર કપાતું જાય છે. જો સમ્યગુદૃષ્ટિવંત અવિરતપણે હોય તો તે જ્ઞાનાચારાદિની શુદ્ધિનું સેવન કરતો જાય છે. ભૂમિકા પ્રમાણે દાનપરોપકારાદિ ગુરુભક્તિ ઈત્યાદિ કરતો હોય છે.
સર્વ જીવોને બ્રહ્મસ્વરૂપે જોવા તે સમ્યગુદૃષ્ટિવંતનો ઉચ્ચ ભાવ છે. પુગલ પદાર્થો કેવળજ્ઞાની પરમાત્માના શેય પદાર્થો છે. તેમાં ભોગબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org