________________
૧૫૮
સ્વરૂપસાધનાનાં સોપાન સમ્યગદર્શન, જે દર્શન દષ્ટિને ન સુધારે તે દર્શનમોહનીય. પદાર્થ શુભાશુભ નથી. આપણું જોવું જાણવું શુભાશુભ છે.
પદાર્થને તમે કેવા ભાવથી જુઓ છો? ઈષ્ટાનિઝ બુદ્ધિથી જોશો તે મોહભાવ છે. ઇન્દ્રિયોથી જોયેલું સાપેક્ષ સત્ય માનજો. તે પારમાર્થિક સત્ય નથી. કારણ ઇન્દ્રિયો કે મન પદાર્થના સર્વ ગુણધર્મોને જાણી ન
શકે.
દશ્યથી છૂટવું એનું નામ દર્શનયુક્ત બનવું. દશ્યમાં ભેદ ભિન્નતા) રાખવાથી દયથી છુટાય છે. દશ્યમાન પદાર્થો હું નથી. એવું દર્શન તે વિવેક છે. દશ્ય દર્શનને યથાર્થ સમજાવે તે સમ્યગદર્શન. દશ્યથી દર્શનને મુક્ત કરે તે સમ્યગુદર્શન, સમકિત છે.
ઔદયિક ભાવવાળો અનંતાનુબંધી રસથી કર્મને વેદે છે. ઉપશમ ક્ષયોપશમ ભાવવાળો મંદકષાયી છે. આગળની ભૂમિકાએ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની રસને વેદ. સર્વવિરતિ સંજ્વલન કષાયવાળા છે. ક્ષાયિકભાવવાળો કષાય રસને ન વેદે, બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મ હોવાથી છદ્મસ્થ વીતરાગ કહેવાય છે. ક્ષાયિક ગુણની પ્રાપ્તિ ક્ષયોપશમ ગુણ વગર થતી નથી. ક્ષાયિક સ્વરૂપમાં હાનિવૃદ્ધિ ન હોય ક્ષયોપશમમાં હાનિવૃદ્ધિ હોય. તેથી ક્ષાયિકભાવનું ધ્યેય સાધકને માટે ઉત્તમ
કષાયની સૂક્ષ્મતા પણ અજબની છે. મુનિપણે રહેલા જ્ઞાનીને દસમા ગુણસ્થાનકના અંત સુધી સૂક્ષ્મ લોભકષાય હોય છે. માટે ધર્માત્માએ લોભકષાયને પ્રથમ કાઢવાનો છે. તેથી ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા દાનધર્મ પ્રથમ મૂક્યો છે. ઇચ્છા એ લોભ છે. લોભનો પદાર્થ-સાધન પરિગ્રહ છે. અત્રદાન, વસ્ત્રદાન. વિદ્યાદાન આદિ દ્વારા દાનધર્મ બતાવ્યો. અધ્યાત્મભાવ માટે જ્ઞાનદાન, આત્મદાન વગેરેનું માહાસ્ય સ્વીકારવું.
જીવમાત્રને અભયદાન પ્રદાન કરીને ભવોભવ માટે આપણા તરફથી નિર્ભય કરવા. દાન એટલે અગ્રહણ, ગ્રહણનો ત્યાગ. જે ગ્રહણ કરવા યોગ્ય નથી તેવા દ્રવ્યો અને ભાવોનો ત્યાગ એ પરમાર્થથી દાનભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org