________________
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
૧૫૭ અધ્યાત્મસાધનાનું પરિણામ નિર્મોહતા, વીતરાગતા છે. સાધનામાં પ્રાપ્ત ગુણોમાં જાગૃતિ જરૂરી છે. જ્ઞાન સર્વદેશીય છે. દષ્ટિ એકદેશીય છે. દષ્ટિ દૃશ્ય સાથે સંબંધ કરવા જાય છે. જ્ઞાન વસ્તુને વિશેષપણે જાણે છે. દર્શન સામાન્યપણે જાણે છે.
જ્ઞાન સર્વદેશીય છે; વિશેષ છે. જ્યારે બાહ્ય જોવા જાણવાનું બંધ થાય છે. ત્યારે જ્ઞાન, દર્શન બને છે. વાસ્તવિક દર્શન ડેવળદર્શન છે. પૂર્ણ છે, તેમાં પદાર્થો પ્રતિબિંબિત થાય છે.
સમ્યગુદર્શન એટલે દશ્યમાં થતા સમ્યગુભાવ, વૈરાગ્યપૂર્વકનું સમ્યગ્ગદર્શન તે કેવળદર્શનનું બીજ છે. દર્શનનો દૃશ્ય સાથે સંબંધ થાય છે. આત્મા માટે જુઓ તે સમ્યગ્દર્શન અને આત્મા વડે જોવું તે કેવળદર્શન છે. જ્ઞાનદર્શન અભેદ છે. દશ્યને દૃશ્ય તરીકે જોશો તો દેહભાવ થશે, દયને આત્મા માટે જોશો તો મોહભાવ દૂર થઈ જ્ઞાન ઉપયોગ થશે.
જ્ઞાનનું વિશેષણ મતિ છે, જ્ઞાન મતિવાળું છે તો આત્મા સાવરણ છે. જ્ઞાન આત્માનું અને મતિ આત્માની. જેવું જ્ઞાન તેવો આત્મા. કેવળજ્ઞાન છે તો આત્મા શુદ્ધપૂર્ણપણે પ્રગટ છે. આવરણ કરનાર આપણી વિપરીત જ્ઞાન-દર્શન શક્તિ છે, અને આવરણ ટાળનાર, મોહનીય કર્મનો નાશ કરનાર પણ જ્ઞાન-દર્શન-શક્તિ છે.
અરિહંત અને સિદ્ધના શુદ્ધ સ્વરૂપથી ધર્મસાધનાનાં તત્ત્વોને જાણશો તો સાપેક્ષ સત્ય પ્રાપ્ત થશે. જે નિરપેક્ષ સત્યને આપશે. સ્વભાવમાં રહીને વિભાવને દૂર કરી શકાય એ ધર્મ છે. વિભાવમાં રહીને સ્વભાવમાં ન અપાય. વિભાવ ન ટળે તે અધર્મ. આપણી ઘાતકર્મની અશુદ્ધિ ટકે છે કારણ કે વિભાવ - પરભાવ - મોહભાવ વર્તે છે.
આત્મા ઉપર આવરણ પૌગલિક પરપદાર્થોનું છે. તેમ થવાનું કારણ આપણી અવિવેકી દૃષ્ટિ છે. પૌગલિક પદાર્થો તો નિમિત્ત માત્ર છે. માટે આપણી દૃષ્ટિને સુધારવી તે ધર્મ છે. ચોથા ગુણસ્થાનકથી દૃષ્ટિ સમ્યગુ બને છે કારણ કે દૃષ્ટિને શુદ્ધ થવાના ભાવો ઊપજે છે.
મતિજ્ઞાન છે ત્યાં અંતઃકરણ છે. જે દર્શન દૃષ્ટિને સુધારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org