________________
૧૪૮
સ્વરૂપસાધનાનાં સોપાન
નથી. ક્ષયોપશમના ભાવે યોગનો સદ્ઉપયોગ કરી ક્રિયા કરવી. જીવો પ્રત્યે લાગણી થવી તે ભાવ બતાવવાની ક્રિયા છે. નિષ્કામ ભાવે વર્તવું તે નિરપેક્ષ દૃષ્ટિ છે.
ક્રિયા = પાંચ સમિતિયુક્તિ કરવી. અક્રિય બનવું તે ગુપ્તિ છે.
આત્મા અક્રિય, અરૂપી, દેહાતીત છે, તે સિદ્ધાંત અને લક્ષ્ય છે. પરંતુ જ્યાં સુધી દેહ છે, દેહનો વ્યાપાર છે. દેહનો ધર્મ છે, અને જગત સાથે સંબંધ છે. માટે ભેદજ્ઞાનના વિવેક માટે પંચાચારનું બાહ્યાભ્યતર પાલન છે. મોહનો નાશ થાય અને અન્ય જીવને પીડા ન થાય, પોતાનો ઉપયોગ જળવાય તે માટે સમિતિ - ગુપ્તિ યુક્ત ઉચિત વિવેકધર્મ છે. જગત સાથે સંબંધનો અભાવ કરવો તે મનોગુપ્તિનું લક્ષ્ય છે. મન અમન બને તે મનોગુપ્તિની પરાકાષ્ઠા છે, ઘાતકર્મોનો ક્ષય કરી જ્ઞાનને નિરાવરણ કરવાનું છે. મનો ગુપ્તિ એટલે મનને ક્રમિક ભાવોમાંથી વિરમાવી અક્રમિક - નિર્વિકલ્પ બનાવવું. મનને ક્રમિક ભાવો વડે ગતિ આપીએ છીએ.
સ્વયં મનને જગત કહેવું, સમજવું, તેને સાચો આકાર બ્રહ્માકાર આપવો. તનને અને દશ્ય પદાર્થને જગત (સતુ) કહેવું નહિ અને સમજવું નહિ, આપણી દૃષ્ટિ એ સૃષ્ટિ છે, આપણી દૃષ્ટિની લાગણી અને ભાવનાઓ પ્રમાણે સૃષ્ટિ સમજાય છે. જે વાસ્તવિક જગત નથી. શરીર સાથે આત્મપ્રદેશોનો ક્ષીરનીર સંબંધ છે. મનથી મનનો - મોહનો નાશ કરો, એટલે નવા દેહ ધારણ કરવાનું કારણ નહિ રહે.
આ જગત શું છે?
જગત નામરૂપાત્મક છે. આંખથી જોઈને અને કાનથી સાંભળીને આપણે આપણું જગત ઊભું કરીએ છીએ. આપણા ઉપયોગમાં નામરૂપાત્મક જગત ઓતપ્રોત થઈ ગયું છે. તે ભ્રમ કાઢી નાંખો. દેહ, ઇન્દ્રિયોના વિષયોનું સુખ આપણા મનમાં જામી ગયું છે. તે સુખબુદ્ધિ અને સુખવૃત્તિ આપણે કાઢી નાંખવાની છે. તે અધ્યાત્મ માર્ગ છે.
પર પદાર્થને સત્ માનવા અને પોતે સત્ જ છે તેનું ભાન નહિ? આ વિશ્વમાં તું આત્મા જ એક સત્ છે. પુગલ પદાર્થોમાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org