________________
૧૫૦
સ્વરૂપસાધનાનાં સોપાન કાઢવાના છે. પરમતત્ત્વને અનુભવવાનું છે. “અરીસાની સામે હું અરીસા જેવો સ્વચ્છ ન બન્યો તેમ પરમાત્માની સામે જોઈ હું પરમાત્મા ન બન્યો.”
ધર્મ કોઈ ક્રિયા નથી, કે ક્રિયા એ ધર્મ નથી. ધર્મ આત્મામાં છે. જગતમાં એવી રીતે જીવો કે કોઈને તમારાથી પીડા ન થાય. વળી તમે જગત તરફ એવી દૃષ્ટિ રાખો કે તમે પણ દુઃખી ન થાવ. અર્થાત્ વિવેક દૃષ્ટિથી જીવો દૃષ્ટિ આત્માની પોતાની છે. માટે સમ્યગૃષ્ટિનું મહત્ત્વ છે. દરેક જીવ પોતે જ પોતાની દૃષ્ટિ સુધારી શકે છે. સદ્દગુરુ આદિ માર્ગદર્શક બની શકે છે. જ્ઞાતા દ્રષ્ટાભાવે વિશ્વ પ્રત્યે દૃષ્ટિ કરવાથી જીવ સ્વયં દુઃખી થતો નથી. કર્તા ભોક્તાભાવ કષાયભાવ છે જે દુઃખનું કારણ છે. તે દસમા ગુણસ્થાનક સુધી રહે છે. જેમ જેમ કર્તાભોક્તા ભાવ ઘટે, તેમ તેમ કષાયભાવ ઘટે, ઉપશમ પામે. સર્વત્ર સમ્યગૃષ્ટિ વિકસાવો.
૦ સૃષ્ટિ એવી દૃષ્ટિ એ સંસાર છે મોહ છે. છે દૃષ્ટિ એવી સૃષ્ટિ એ નિર્મોહ છે.
અધ્યાત્મ સાધનામાં મનોયોગ ઉત્તમ સાધન છે. કારણ કે મતિજ્ઞાનનું મૂળ કેવળજ્ઞાન છે. બહારના શેય કે દશ્ય પદાર્થો નથી. માટે આ મનને અંતર્મુખ બનાવવાનું છે. જેથી મન શાંત અને સ્થિર થાય.બહિર્મુખી મન અશાંત અને અસ્થિર હોય છે. તેથી તે વિનાશી પદાર્થોને પ્રાપ્ત કરે છે. ભાવમન, ઉપયોગ એ મતિજ્ઞાનના અંગો છે.
મન એટલે આપણા આત્મામાં રહેલા પૂર્ણતા અને અનંતનો વિકારી આવિર્ભાવ છે. વિકારી અવસ્થામાં મન દ્રવ્યાંતર, ક્ષેત્રમંતર, ધ્યાનાંતર, કાળાંતર, ભાવાંતર થયા કરે છે. મન અંતર્મુખ થાય તો તે ઉત્તમ સાધન છે, માટે તેને આત્મવ/પરમાત્મવત્ માનો પણ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ ન માનો. અનાદિકાળથી મને પરદ્રવ્યમાં કાળ ગાળ્યો છે. તે જ મન ત્યાંથી હઠીને આત્મહત્ત્વનું અનુસંધાન કરે તો સ્વસ્વરૂપને પામે.
પ્રકાશને ગતિ છે, અંધકારને ગતિ નથી.
મનની શીઘ્રગતિથી તેને જ્યોતિની - પ્રકાશની ઉપમા મળી છે. અજ્ઞાનને ભલે અંધકાર કહો, મનને અંધકાર ન કહેશો. મન તો દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org