________________
અધ્યાત્મયોગ
૧૪૫ સંકલ્પનો પદાર્થ પણ પરાશ્રય છે, અને જે સાધન દ્વારા જઈએ છીએ તે પણ પર છે. આથી ધ્યાતા સંસારફળને કે સંયોગને પામે છે. જે વિનાશી છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય સ્વાશ્રયી અને સજાતીય હોય તો તે ઐક્યતાને પામે છે તે ધ્યાનનું સત્ય પરિણામ છે.
વૈક્રિય - ઘંટાકર્ણ જેવા દેવો પાસે આપણો સંકલ્પ ઇષ્ટ છે. તેમાં વ્યવહારરૂપે કર્તાભોક્તાભાવ છે. તેથી પારમાર્થિક નથી, ધ્યાનનું ફળ મળે પણ તે વિનાશી હોય.
પરમાત્મતત્ત્વ ધ્યેય છે, ધ્યાનરૂપ અરિહંતસિદ્ધ છે, ધ્યાતામાં સ્વગુણ પર્યાય છે. પરમાત્મતત્ત્વ પર છતાં સજાતીય – સ્વરૂપઐક્યતા છે, તેથી પારમાર્થિક છે. છતાં જો તીર્થકર ભગવંતનું સ્વરૂપ ધ્યેયરૂપ હોય, અને ઈષ્ટ સંકલ્પ અન્ય હોય, તો ધ્યાતા, ધ્યાન, ધ્યેયનું ઐક્ય થાય નહિ. આ ત્રણે પ્રકારમાં એકમાં પણ જો પર પદાર્થની ઇચ્છા હોય તોપણ ત્રણેની ઐક્યતા થતી નથી. ધ્યેય અને ધ્યાન પરમાત્મસ્વરૂપનું હોય તો ધ્યાતા ધ્યાન વડે અભેદરૂપ બની શકે છે.
ધ્યાનમાં આત્માને શુદ્ધ, નિરંજન, નિર્વિકલ્પ ભાવમાં આવવાનું છે. તીર્થકર ભગવાનના કલ્યાણક તેમ જ ધર્મકથાનુયોગના પ્રસંગોનું શ્રવણ કરતા પરમભાવમાં આવવાથી નિર્વિકલ્પ થવાય છે.
ધ્યાન એટલે એકાગ્ર થવું, જો એકાગ્ર ન થવાય તો સમજવું કે હજી આપણો ઉપયોગ શરીર, ઇન્દ્રિયો અને પદાર્થોમાં રમે છે. આત્મા એ શરીરથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી, બુદ્ધિથી વિકલ્પોથી પર છે, તેવો પ્રયત્ન કરવાથી આત્મા – પરમાત્મામાં લીન થવાય. સાધન, મન, બુદ્ધિ વગેરેનો ઉપયોગ કરવાનો છે.
કાયોત્સર્ગનો હેતુ દેહભાવ ભૂલી પરમાત્મામાં લીન થવાનું છે. તીર્થંકર પરમાત્માના શુદ્ધ જ્ઞાનના એક એક અક્ષરે આત્મભાવ પામવાનો છે. તેમાં પરમાત્વભાવ સુધી પહોંચવાનું છે.
ઇન્દ્રિયોના વિષયભોગ વખતે કેવી એકાગ્રતા આવી જાય છે કે તે સમયે અન્ય પદાર્થો, દુનિયાની કોઈ ખલેલ પહોંચતી નથી. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org