________________
૧૨૨
સ્વરૂપસાધનાનાં સોપાન
ત્રણેનું સ્વરૂપ સમજાશે તેમ તેમ અધ્યાત્મ યોગ પુષ્ટ થશે.
મનાદિ યોગઃ દેહધારી આત્માને ત્રણ કરણ - સાધન - અર્થાત્ મન, વચન, કાયાના ત્રણ યોગ મળ્યા છે. જીવમાત્રને ત્રણમાંથી અલ્પાધિક યોગ હોય છે. મનુષ્યને ત્રણે યોગ મળ્યા છે.
મનોયોગ = વિચારણા માટે છે. બુદ્ધિનો વ્યાપાર થઈ શકે છે. વચનયોગ = શ્રત, શ્રવણ અને ભાષાના વ્યાપાર માટે છે. કાયયોગ = દૈહિક પ્રવૃત્તિ / ક્રિયા માટે છે.
મનુષ્યને કાયયોગ ભોગ અને યોગ બને માટે મળ્યો છે. ભોગી સાંસારિક પદાર્થોને ઇચ્છે છે. યોગ આત્માને ધ્યાવવા માટે છે. મનુષ્ય મનોયોગ – પરિણામ) દ્વારા ચોથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકે પહોંચી શકે છે. કાયયોગ દ્વારા સાધના કરી શકે છે. યોગ સાથે આત્માનો સાંયોગિક સંબંધ છે, તેથી આત્મા યોગરહિત બની શકે છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે.
દેવોનો કાયયોગ કેવળ ભોગ માટે થાય છે. દેવો મનોયોગથી ચોથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી.
જેની સાથે જીવ જોડાયો છે તેમાં પ્રેમભાવ રાખવો તે કર્મયોગ છે. કંઈક જીવોને પીડા આપી છે તેનું કારણ કર્મયોગ છે. બાહ્ય ક્રિયામાં સુધારો સૂચવાય પણ ભૂમિકા વગર બાહ્યાચરણ ત્યજી દેવાનું નથી. ધર્મનું ફળ જો ગુણ ન બને તો કંઈ ક્ષતિ છે તેમ વિચારવું.
દેહથી અાદિ સંબંધ ન કરવો તે અનશન. મનથી પુદગલનો સંબંધ ન કરવો તે માનસિક અનશન.
દેહ છે કે નહિ તે ભાન પણ ન રહે, એવી સમાધિઅવસ્થા આવે ઘાતી કર્મોનો નાશ થાય. પછી કર્મ ક્રિયા દશ્ય રૂપે થતી રહે છે. નિદ્રામાં જેમ આંશિક દેહભાન ભૂલી જવાય છે. સમાધિમાં સજગતા છતાં દેહભાન ભૂલી જવાય છે. દેહ અને કષ્ટ બંનેનું વિસ્મરણ થાય છે. આ ભેદજ્ઞાન છે. અધ્યાત્મ છે. દેહ જ હું નથી તો કષ્ટ કોનું હોય?
યોગ સ્વભાવથી સક્રિય છે. મનોયોગમાં મતિજ્ઞાનના ઉપયોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org