________________
૧૨૮
સ્વરૂપસાધનાનાં સોપાન ઉપયોગ કરવાનો છે. ધર્મસાધનામાં થાક ઉગ ન હોવા જોઈએ. દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતા ટકાવવી જોઈએ.
આત્મસ્વરૂપ અસંગી છે. તેને કોઈના ટેકાની જરૂર નથી, આવો સ્વરૂપ નિર્ણય હોવો જોઈએ. તેનું નિરંતર સ્મરણ રહેવું જોઈએ. તે અધ્યાત્મયોગ છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે સ્વસ્થતા છે. તન-મનની શાંતિ -સ્વસ્થતા તે વ્યવહાર છે. ક્રિયા કરીને થયેલી ભાવની શુદ્ધિ, ક્રિયાના અંતરાયમાં પણ સાધકને સ્વસ્થ રાખે.
• સમિતિ એટલે નિર્દોષભાવે પ્રવૃત્તિ. ૦ ગુપ્તિ એટલે પ્રવૃત્તિથી મુક્તિ.
મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિને ગુપ્ત કરીએ તો મોહભાવ ઘટે. અનેકત્વમાંથી આત્મા એકત્વનું “સોહનું વેદન કરે.
વિકલ્પોને સુધારવા તે અધ્યાત્મનું સોપાન છે, અને વિકલ્પોનો નાશ કરી નિર્વિકલ્પ થવું તે ધર્મનું શિખર છે. વિકલ્પોનું ઉપયોગથી ભેદજ્ઞાન કરવાનું છે. તે માટે દેહદમન, ઇન્દ્રિયોનું શમન જરૂરી છે જેથી મોહનો નાશ થઈ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન થઈ શકે.
અધ્યાત્મવાદીમાં નિર્બળતા, નિરાશા પ્રમાદીપણું ન હોવું જોઈએ. સ્વજાતિ જીવ પ્રત્યે પ્રેમ કરુણાથી જીવવું. જડ પ્રત્યે વિરક્તિથી જીવવું. સ્વદ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે દૃષ્ટિ તે ધર્મ અધ્યાત્મ. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રત્યે દૃષ્ટિ તે સંસાર. ઔદયિક ભાવોને જોતા શીખવું તો ક્ષયોપશભાવની વિચારણા થશે. ત્યાર પછી ક્ષાયિકભાવ પ્રગટશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ સાધન છે. ભાવ તે સાધ્ય છે. સાધન અને ક્રિયાના ભેદમાં અધ્યાત્મવાળાએ ઝઘડામાં પડવું નહિ. ભૂમિકા પ્રમાણે સેવન કરવું.
અધ્યાત્મમાં જીવ સાથે તોડવાની વાત નથી, જોડવાની વાત છે. જડ સાથે જોડવાની વાત નથી તોડવાની છે. અન્યને મોક્ષમાર્ગે જોડવાનો • છે. તેમાં નામ લિંગનો આગ્રહ ન રાખો પણ અધ્યાત્મની ભાવના રાખો.
સૌને સમાન માની વર્તવું તેવો પ્રેમ - ઉદારતા અધ્યાત્મ પહેલાંની ભૂમિકા છે. વિવેકપૂર્વક કર્તવ્ય બજાવવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મ યોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org