________________
અધ્યાત્મયોગ
૧૨૯ જીવને અશાતાના ઉદયનું દુઃખ નથી પણ એક તૃણ જેટલા મોહભાવના દોષનું દુઃખ મહાન લાગે છે. કારણ કે : -
૦ ક્રોધ કરનાર કોઈ પ્રત્યે પ્રેમ મેળવી શકતો નથી. ૦માન કરનાર કોઈનો ગુણ ગ્રહણ કરી શકતો નથી. • માયા કરનાર કોઈનો વિશ્વાસ કરી શકતો નથી. ૦ લોભ કરનાર કોઈની ઉત્કૃષ્ટતા સહી શકતો નથી.
જ્ઞાનાચારનું સેવન કરી હું બ્રહ્મસ્વરૂપ છું તેવો નિર્ણય કરવો. દર્શનાચારમાં સર્વ જીવોમાં સિદ્ધસ્વરૂપની દૃષ્ટિ છે. જ્ઞાનાચાર દર્શનાચારથી નિર્ણિત થયેલ બ્રહ્મસ્વરૂપની તપાચારમાં દેહથી ભિન્ન થવાની ક્રિયા કરવાની છે. જ્ઞાનાચાર અનુપ્રેક્ષા પ્રધાન છે. તેમાં હઠ ન હોય. દર્શનાચારમાં શ્રદ્ધાટેકની પ્રધાનતા છે. દર્શનાચારમાં મોક્ષનું લક્ષ્ય હોય છે. જ્ઞાનાચારમાં તેનું પરીક્ષણ હોય છે. જે શ્રદ્ધાને ટકાવે છે. જેથી મોહનીય કર્મ ક્ષણ થાય છે. શ્રવણ, મનન, નિદિધ્યાસન જ્ઞાનાચાર આદિ દરેક આચારમાં ઘટાવવા અને આરાધવા. ચેતન અને પરમાણુને શુદ્ધ માનવા તે દર્શનાચારની ઉત્તમતા છે. પુદ્ગલ દ્રવ્યનું એક પરમાણુ દ્રવ્ય છે. જ્યારે આત્માના અસંખ્ય પ્રદેશોનો સમૂહ દ્રવ્ય છે. પરમાણુ અનંત દ્રવ્યો રૂપે છે. આત્મા પણ દ્રવ્યરૂપે છે, ધર્મા, અધર્મી આકાશાસ્તિકાય એક એક છે. આકાશ અનંત દ્રવ્યોને એક જ સમયે અવગાહન આપે છે. આત્મા એક જ સમયે સમગ્ર વિશ્વને જાણે છે. એક સર્વ ક્ષેત્રે વ્યાપક છે. આત્મા જ્ઞાનથી સર્વ વ્યાપક છે.
પંચાચારનું માહાસ્ય કર્મની નિર્જરા માટે છે. જ્ઞાનાચારના પાલનથી શ્રુત કેવળી થવું દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાન મેળવવું .
જ્ઞાનાચારના સેવનથી સમાધિ પ્રાપ્ત થાય છે.
દર્શનાચારના પાલનથી સાતે ક્ષેત્રો લોકમાં ઉત્તમ છે તેવો ભાવ કરી તેનું લક્ષ્ય હૃદયમાં લાવી સભાવ કેળવવો. અન્ય જીવોના દુઃખ દારિદ્ર ઘટે તેવો પ્રયોગ કરવો.
ચારિત્રાચારના પાલનથી સામાયિકથી માંડી જિનકલ્પની-વનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org