________________
૧૪૦
સ્વ રૂપસાધનાનાં સોપાન પ્રાપ્તિ પછી તે ગુણો પ્રમાદથી પાછા દોષરૂપ ન બને તે માટે અધ્યાત્મસાધના જરૂરી છે. સંસારી જીવ પ્રમાદી અને હેય-ઉપાદેયમાં અવિવેકી હશે તે અધ્યાત્મ પામતો નથી. વિર્યાચારના ક્ષયોપશમથી અને અપમત્તભાવે અધ્યાત્મયોગ વિકાસ પામે છે.
વીતરાગ સ્વરૂપનો અર્થ છે રાગરહિત. સાધકે પોતાની સાધના માટે નિર્વિકલ્પ ઉપયોગ સ્વપરત્વે કરવો જોઈએ. ખરેખર જીવે ક્ષેત્ર અને કાળ પર વિજય મેળવવાનો છે. કારણ કે આકાશ અસીમ છે. કાળ અનાદિ અનંત છે. માટે જીવ જ્યારે સિદ્ધદશાને પામે છે ત્યારે ક્ષેત્રાતીત અને કાળાતીત થાય છે.
સાધુ કાળધર્મ પામ્યા તેમ કહેવાય છે. દેહ પુદ્ગલનો બનેલો છે. જે નાશવંત છે. અને કાળ થવાથી દેહનો વિલય થાય છે. દેહનો ધર્મ કાળ પ્રમાણે નાશ થવાનો છે. આત્મા નાશ પામતો નથી. આમ દેહ અને આત્માનો ભેદ સમજવો જોઈએ.
દેવતાઈ સુખ પણ દુઃખરૂપ લાગે તે વૈરાગ્ય છે.
જેને સંસારનો ત્યાગ કર્યો છે તે સંયમી છે. તેમને માટે વિશ્વ ઋણી છે. તેમના રક્ષક પરમાત્મા છે. નવકાર મંત્રમાં દેવતત્ત્વ સાથે એટલે ગુરુતત્ત્વ મૂક્યું છે. પરમાત્વ તત્ત્વને આધારે ગુરુ તત્ત્વ છે અને ગુરુતત્ત્વના આધારે સંસારીઓ છે.
કોઈ પણ વસ્તુના મર્મ સુધી પહોંચવું તેનું નામ નિશ્ચય છે. વ્યવહારના મર્મ સુધી પહોંચો તો વ્યવહાર પણ નિશ્ચયરૂપ બને છે. નિશ્ચયને મર્મરહિત જાણો તો વ્યવહાર નિશ્ચયરૂપ ક્યાંથી બને? ધર્મનો મર્મ પણ સમજવો જોઈએ. તો ધર્મનું શરણ લેનાર કર્મબંધ ન કરે. સંસારનો રસ અટક્યો એટલે કર્મ અટક્યા તે ધર્મનો મર્મ છે.
દ્રવ્યનું લક્ષ્ય લક્ષણથી કરી શકાય. જ્યાં સુધી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને નિશ્ચયથી નહિ સમજીએ ત્યાં સુધી અધ્યાત્મ વિકાસ નહિ થાય. આપણે અનાદિ કાળથી પર દ્રવ્ય ક્ષેત્રાદિને સમજવાનો પ્રયાસ કર્યો છે. એથી સ્વરૂપ અનુસંધાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org