________________
અધ્યાત્મયોગ
૧૪૧
પર પદાર્થમાં સુખબુદ્ધિ ન રહે તો આરંભાદિ ન થાય તે આરંભ સમારંભનો ત્યાગ છે. પર પદાર્થનો સંગ્રહ ન કરીએ તે પરિગ્રહ ત્યાગ છે. જેથી નિરારંભી, નિષ્પરિગ્રહી થવાશે. સંયમ તપની પુષ્ટિ થશે. બાહ્ય ત્યાગથી કષાયની મંદતા થશે. સ્વરૂપ રમણતા થવાથી અપ્રત્યાખ્યાની આદિ કષાયોનો નાશ થશે. અપ્રતિક્રમણનો – પાપનો નાશ થશે.
સમસ્ત વિશ્વનું મૂળ-ધરી આત્મા - પરમાત્વ તત્ત્વ છે. આત્મા - ચૈતન્ય આધાર/અધિષ્ઠાન છે. કેવળજ્ઞાન - કેવળદર્શન સમકાળે વિદ્યમાન છે, તે આધેય છે. ક્ષપકશ્રેણિ પછી થતું કેવળજ્ઞાન એ વિષમકાળ છે. ક્રમિક છે. કારણકાર્યરૂપ છે, બીજે સમયે અક્રમિક છે.
નિમિત્ત - કારણ - સાધન પરત્વે કૃતજ્ઞતા જરૂર રાખવી પરંતુ તે અંતિમ સાધ્ય નથી. તેથી તેમાં અટકો નહિ, સંઘર્ષ ન કરો. દ્રવ્યાનુયોગમાં પરમાત્મા જેવું જાણે છે તેવું જગત હોય છે, ભક્તિયોગમાં - પરમાત્મા જેવું કહે છે તેવું જગતમાં થાય છે. આમ જ્ઞાનીની અને ભક્તની ભાષામાં અલગતા જણાય છે. વાસ્તવમાં જગતમાં જે થાય છે, થવાનું છે, થયું છે તે પરમાત્મા જાણે છે. તેમાં અકર્તુત્વ છે. જે થયું નથી છતાં જાણે છે તે તેમનું સર્વશપણું છે.
જ્યાં જ્ઞાની હોય ત્યાં જ્ઞાનનો અંધકાર ન હોય. સંઘર્ષ, ક્લેશ ન હોય. સ્યાદ્વાદ એ સમાધાનની ચાવી છે. અસમાધાન સાથે સમાધાન સાધી સમસ્વરૂપ થવાનું છે. વિષમ પરિસ્થિતિમાં જો આપણે સમ-સ્વરૂપે જીવીશું તો સમત્વને પામશું. જગત પણ વિષમરૂપ નહિ લાગે, સમરૂપ લાગશે. સમ-વિષમ એ આપણો આપણા માટેનો પ્રશ્ન છે.
મૈત્રીભાવ એ સમાનતાનો ભાવ છે. જીવમાત્રમાં સિદ્ધસ્વરૂપની સત્તા જોવાની કળા છે. જે કંઈ ભેદ - વિચિત્રતા છે તે કર્મની પ્રકૃતિથી છે. મૈત્રી ભાવનાના મૂળ રોપાશે તો પછીની પ્રમોદભાવના, કરુણાભાવના, માધ્યશ્મભાવના વિકાસ પામશે. જગત બ્રહ્મરૂપ લાગશે.
ધ્યાન: કોઈ પણ પદાર્થને જાણવા માટે એકાગ્ર થવું તે ધ્યાન છે. વાસ્તવમાં ઉપયોગ એ ધ્યાન છે. દેહાશ્રિત કે પર પદાર્થોના ધ્યાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org