________________
૧૩૨
સ્વરૂપસાધનાનાં સોપાન
અધ્યાત્મ એટલે આત્માની શક્તિનું અમરગાન ગાતા રહેવું. હૃદયમાં ધર્મનો અનુરાગ થયા વગર, મન સંયમી બન્યા વગર, લોકોત્તર માર્ગે જવાતું નથી. જેમ તીર્થસ્થાન મહાત્મા પુરુષોના ક્ષયોપશમભાવોથી શુભભાવોથી તીર્થધામ બને છે, આપણે તીર્થમાં બિરાજમાન પરમાત્માની મૂર્તિમાં ભક્તિભાવ કરી અધ્યાત્મનો વિકાસ કરવાનો છે.
તીર્થભૂમિ એટલે તીર્થકર, ગણધરો, મહાત્માઓ વગેરે નિર્વાણ પામ્યા હોય તે ક્ષેત્ર. ત્યાં નિર્વાણ પામેલા ભગવંતોએ માંડેલી શુક્લ શ્રેણિના કારણે મનોવર્ગણાના પુગલોની સ્પર્શના થઈ હોય. તે પુગલો શ્રેષ્ઠ હોય છે, તેથી સાધકને તીર્થભૂમિમાં ઉત્તમ ભાવોની સ્પર્શના થાય છે. માટે અધ્યાત્મ માર્ગના સાધકે તીર્થ ભૂમિમાં એકાંતમાં રહીને સાધના કરવી.
ક્ષયોપશમ ભાવ સાપેક્ષ સ્વ-પર ઉભય છે. સ્વ = પોતાનું વિશેષ શુદ્ધીકરણ થવું તે. પર = હજી કર્મનું આવરણ છે તેથી પર. સ્વદ્રવ્યને નિત્ય ત્રિકાળી માનીને નિત્ય-શુદ્ધ બનવા સાધના કરી અનુભવ દ્વારા
સ્વ દ્રવ્ય-ગુણ પર્યાયથી અભેદ થવાનું છે. પરદ્રવ્યનું અનિત્યપણું માનીને તેમાંથી રાગાદિભાવોને ઉઠાવી લેવા. મોહાદિભાવોને નષ્ટ કરીને સ્વરૂપ સાથે અભેદ થવું તે સાધના છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદભેદ તત્ત્વ છે. એકક્ષેત્રે છે તેથી અભેદ છે, અને લક્ષણથી ભિન્ન-ભેદ છે. સ્વરૂપ અભેદ જ્ઞાનદર્શન ઉપયોગમય છે.
સાધના ક્ષેત્રે અવસાધનઃ દેવગુરુનું આલંબન. અજીવ સાધન: મંદિર મૂર્તિ ઉપકરણ શાસ્ત્ર વગેરે.
અંતરંગ સાધન: મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવ છે.
મન વચન કાયાના ત્રણે યોગ સાથે મનુષ્યને ધનનો યોગ હોય છે. એટલે તન, મન, ધનથી ધર્મ કરવો એમ કહેવાય છે. મનાદિયોગથી ધર્મ કરે પણ ધનની લાલસા ન ઘટે તો દાનધર્મ ફળી શકતો નથી. દાન વડે પરિગ્રહના પાપનું પ્રક્ષાલન થાય છે. હૃદય વિશાળ અને કોમળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org