________________
અધ્યાત્મયોગ
૧૩૭
અવાંતરસત્તા છે. કોઈ પણ દ્રવ્યના ગુણ પર્યાય સ્વગત સમજવા જોઈએ. પરગત કે પર નૈમિત્તિક ભાવે નહિ. કારણ કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. તેનો આધાર આત્માની મહાસત્તા છે. અવાંતર સત્તા વિનાશી છે. છતાં સંસારીપણામાં એ મહાસત્તા ઉપર અવાંતરસત્તાનું સામ્રાજ્ય ચાલે છે. તેને આપણે દૂર કરીને મહાસત્તાને પ્રગટ કરવાની છે.
અધ્યાત્મ દ્રષ્ટા અને દશ્યનું પ્રાપંચિક દશ્ય એટલે દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કાળાંતરે દૃષ્ટિ બદલાય તે અધ્યાત્મ નથી. નિશ્ચયથી દૃષ્ટિ તાત્ત્વિક બને તે અધ્યાત્મ છે. ભોગ્ય પદાર્થને ઈષ્ટ બુદ્ધિ કે મોહ દૃષ્ટિથી જોવું તે પ્રપંચ છે. પદાર્થોને સુધારવાના નથી. દૃષ્ટિમાંથી મોહના વિકારને કાઢવાનો છે. સંયોગ કે પ્રસંગ બદલાય તેમ દૃષ્ટિ બદલાય તે પણ પ્રપંચ છે. પદાર્થ તો ત્રિકાળ નથી તેમાં નિરંતર પરિવર્તન થવાનું છે. માટે અધ્યાત્મ દષ્ટિ કેળવવાની છે.
તીર્થંકર પરમાત્માનું સમવસરણ અને અષ્ટ પ્રાતિહાર્ય તે પુણ્યાતિશયો છે. તેમનું જીવન અત્યંત પવિત્ર છે. તેથી આંખ માટે સર્વોચ્ચ દ૨ય છેઅને કાન માટે શ્રેષ્ઠ શ્રવણ છે. તે ઉચ્ચત્તમ મોહક હોવા છતાં બાધક નથી. તારકરૂપ છે. કારણ કે સમોવસરણમાં અધ્યાત્મ વાણીનો પ્રવાહ વહેતો હોવાથી તે મોહક છતાં કર્મબંધ થતો નથી. ત્યાં ઇન્દ્રિયો દશ્ય અને શ્રાવ્યમાં રોકાયેલી છતાં લોલુપતા નથી. ત્યાં ભલે પુદ્ગલોની રચના હોય તોપણ ત્યાં પવિત્રતા છે.
જીવોની યોગ્યતા પ્રમાણે બાહ્ય નિમિત્ત અને બાહ્ય સાધનથી અત્યંતર એવો ધર્મ જીવને અપાય છે. ત્યાર પછી જીવ આગળની ભૂમિકા એ અત્યંતર જીવનની પરાકાષ્ઠાને પામીને કેવળજ્ઞાન પામે છે.
જગતમાં જે જે જીવો દુ:ખ-દરિદ્રતાથી પીડાતા હોય તેને યોગ્ય સહાય કરે છે. તેથી અધ્યાત્મ ભાવના પુષ્ટ બને છે. તીર્થંકર પરમાત્મા પણ સંસાર ત્યાગ કરતા પહેલાં વાર્ષિકદાન આપે છે. લોકોત્તર ક્ષેત્રે જે રાગાદિભાવ થાય છે તે પ્રેમભાવ કે શુભભાવમાં પલટાય છે. પુદ્ગલની સામગ્રી આપણને વાસ્તવમાં દ્વેષરૂપ નથી. તેમાં રહેલી ભોગબુદ્ધિનો દ્વેષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org