________________
૧૩૬
સ્વરૂપસાધનાનાં સોપાન
વૈરાગ્ય અત્યંતર છે, ત્યાગ બાહ્ય છે. જ્ઞાનાચાર એ બાહ્ય છે. ધ્યાન અત્યંતર છે. બાહ્ય શમ = ઇન્દ્રિયોનું દમન, અત્યંતર શમ કષાયોનું શમન. પંચ મહાવ્રત = ચારિત્ર. (સર્વવિરતિ)
પંચ મહાવ્રતનું પાલન એ શુભ ભાવ છે. તે વડે સાધુ પરપીડા ઊપજાવતા નથી. અને દેહાધ્યાસ ટાળે છે. એકાંતમાં અરિહંત સિદ્ધનું ધ્યાન કરે છે. તેથી ઉત્કૃષ્ટ શુદ્ધિ વડે કેવળજ્ઞાન પામે છે. નિશ્ચયથી આવી શુદ્ધ જ્ઞાનદશા ચારિત્રરૂપ છે.
આવી સાધનામાં તીર્થ – પવિત્રક્ષેત્રના વાતવરણથી મન પણ પલ્લવિત થાય છે. સાધનના સુખમાં જેમ સંસારમાં અટકવાનું નથી તેમ સાધનામાં પણ બાહ્ય સાધનમાં અટકવાનું નથી. પરમાત્માના સમવસરણમાં પુણ્યોદયનું ઉત્કૃષ્ટ વાતાવરણ હોય છે. તેવું દેવલોકમાં નથી તેથી દેવો દેવલોકના સુખ ત્યજીને ત્યાં આવે છે.
પુગલ સત્તાના જડત્વની મહાસત્તા કે તેના સ્પર્શાદિની અવાંતર સત્તાનો કદી પણ તેમાં અભાવ થવાનો નથી. જીવમાં તેના થયેલા સંયોગની અવાંતર સત્તાનો નાશ થઈ શકે છે. પુદ્ગલના પદાર્થોમાં જીવને રસ ઉત્પન્ન થાય છે તે સંસાર છે. સ્પશદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે પુગલ દ્રવ્યનો રસ ચૂસીએ છીએ. તેના દ્વારા કષાયને પોષીએ છીએ. તેમાં સુખદુઃખની બુદ્ધિ કરીએ છીએ. આપણી અવાંતર સત્તામાં પુગલ નિમિત્ત માત્ર છે. આપણે પુદ્ગલની કોઈ સત્તાને ફેરવવાની નથી. આપણી વિભાવ જનીત અવાંતર સત્તાને ખતમ કરવાની છે. અને સર્વ શક્તિમાન થવાનું છે. પૂર્ણપણે પ્રગટ થવાનું છે.
પૂર્ણતા કોઈ અન્ય પદાર્થ વડે ન થાય. પૂર્ણતા પોતે જ પોતાના વડે જ પ્રગટ થાય. પૂર્ણમાં અપૂર્ણ ટકે નહિ. કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે બીજા અપૂર્ણ જ્ઞાનની તેમાં છાંટ ન હોય.
મહાસત્તા : આત્માની મહાસત્તા જ્ઞાન સ્વરૂપ, અનાદિ અનંત છે. સહભાવી ગુણરૂપ છે. તે આત્માની સાથે એકરૂપ હોય. સંસારી અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org