________________
૧૩૪
સ્વરૂપસાધનાનાં સોપાન થવું ચારિત્રાચાર - સામાયિકથી જિનકલ્પ સુધીની આરાધના છે. તપાચાર એ નવકારશીથી માંડીને અનશન સુધીનું ઇચ્છા નિરોધરૂપ તપ છે. વિર્યાચાર વડે ચારે આચારમાં પૂરી શક્તિથી આચાર કરવો. * આત્માની ષડ સંપત્તિઃ સમ-દમ-ઉન્નતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન.
- ' અધ્યાત્મમાર્ગમાં આત્માનો સ્વયં અનુભવ કરવાનો છે. અધ્યાત્મનો વિષય સ્વસ્વાધીન છે. ભૌતિક પદાર્થોનો ભોગ અન્ય સાધનો માંગે છે. આથી ભૌતિક પદાર્થોના ભોગ ઉપભોગમાં અંત સુધી પરાધીનતા છે. માટે આપણું ધ્યેય સ્વપણે અને પૂર્ણપણે રહેવાનું છે. પરપદાર્થોમાં પણ જીવ સ્વામિત્વ અને નિત્યતા ઇચ્છે છે. કારણ કે તે આત્માનો મૂળ અભિગમ છે. વળી અધ્યાત્મમાં તો સ્વાધીનપણે અવિનાશીપણે આત્મત્વની પ્રાપ્તિ ઇચ્છવામાં આવે છે. સ્વાધીનતા અને પૂર્ણતા જ આનંદસુખરૂપ છે.
આત્મા રસરૂપ છે. આત્માની સ્વયં રસિકતા છે. આથી પર વસ્તુમાં પણ રસ મળે, પડે ત્યારે સુખ લાગે છે. જઠરમાં જો સુધાની આગ લાગી હોય તો લૂખું ભોજન પણ મીઠું લાગે છે. કારણ કે સાચી સુધા જીભમાં અમી લાવે છે.
આત્મા સ્વયે રસરૂપ છે પરંતુ અજ્ઞાનવશ તે રસ પરમાં ઠાલવે છે. એટલે સ્વ-રસનું વિસ્મરણ થાય છે. અને પર પદાર્થોના નિમિત્તે રસ માનીએ છીએ તે દર્શનમોહ છે. રસનું મૂળ વેદન આત્મામાં છે, માટે આત્મારાધના કરી તેના મૂળ રસને માણો, જેમાં રસ પછી નિરસતા નથી.
ભોગના સુખમાં પણ આત્મા પ્રધાન છે. પરપદાર્થ તો બાહ્ય સાધન છે. પર વસ્તુ સાંયોગિક છે, કાલ્પનિક છે, તેમાં તમે રસ રેડો છો, અને સુખ અનુભવો છો, તો પછી જે આત્મા સ્વયં રસરૂપ છે, અકાલ્પનિક છે, અસાંયોગિક છે, સ્વયંભૂ છે તેમાં કેવો અવિનાશી આનંદ હોય !
આત્માની શુદ્ધ પર્યાયોનો બોધ થયા વગર, સિદ્ધ ભાવને અનુરૂપ ઉપયોગ વગર, શુદ્ધ નિશ્ચયના સ્વીકાર વગર અધ્યાત્મનો બોધ ન થાય. મોક્ષ ન થાય. અધ્યાત્મ દષ્ટિએ આત્માને શુદ્ધપણે સમજવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org