________________
૧૨૪
સ્વરૂપસાધનાનાં સોપાન
સમદૃષ્ટિ કેળવવી.
ચારિત્રાચાર = વ્યક્તિ અને પદાર્થોથી અસંગતા કરવી. અષ્ટપ્રવચન માતારૂપ સમિતિ ગુપ્તિના વ્યવહારથી ચારિત્રાચારનું પાલન કરવું.
તપાચાર = દેહભાવ અને દેહ ત્યજી દેવાની સ્વેચ્છાએ તત્પરતા તે તપાચાર છે. ઇચ્છાઓથી અસંગ થવું.
વીચાર = ઉપરના ચારે આચારમાં ઉત્કૃષ્ટપણે ટકવું તે. જ્ઞાન આચારાદિ બાહ્ય જણાય છે. તે વડે ઉત્પન્ન થતા ગુણો અત્યંતર છે. બાહ્ય પંચાચાર દશ્ય છે. અને અત્યંતરદશા તે સ્વરૂપાકાર છે.
બાહ્ય જ્ઞાનાચારમાં દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન અને તેના રહસ્યનો બોધ પરમાત્મભાવમાં લય લાવે છે. તેથી જ્ઞાનાચાર વડે જ્ઞાનસ્વરૂપમાં અભેદ થવાય છે. પછી ઉપરના ગુણસ્થાનકો સાધ્ય બને છે. સાધ્યને મુખ્ય કરી જે સાધનને પકડે છે તેને અવરોધ આવતો નથી. સાધન છૂટી જાય છે. સાધ્ય સિદ્ધ બને છે.
ઘાતકર્મ જેવી પ્રવૃતિઓ કે દુષ્ટ વૃત્તિઓ પંચાચાર વડે પરિવર્તન પામે છે. મન વચન કાયાની ક્રિયા પણ આચારવિચાર છે. જ્ઞાનાચારાદિમાં જે ભિન્નતા કે તરતમતા છે તે વર્યાચારને કારણે છે. ઔદયિક આદિ ભાવોમાં વિચારની તરતમતા હોય છે. ભેદ હોય છે.
તમે શું જાણો છો, કેટલાં શાસ્ત્રો કે પૂર્વે જાણો છે તે ઉપર અધ્યાત્મ નથી. તમે શું થઈ શકો છો, ઈચ્છો છો, વર્તો છો, તે ઉપર અધ્યાત્મનો વિકાસ છે. વરૂપબોધ એ જ્ઞાનાચાર છે. જીવમાત્ર પ્રત્યે સમાન પ્રેમ, ભાવભરી દૃષ્ટિ એ દર્શનાચાર છે, વળી ગુરુ પ્રત્યે અર્પણભાવ છે. જ્ઞાનાચારનું રહસ્ય સર્વ જીવોને બ્રહ્મસ્વરૂપે જોવાનું છે. ચારિત્રાચારનું રહસ્ય દેહનું મમત્વ છેદવાનું છે. પાંચે આચાર અન્યોન્ય પૂરક છે. દેહભાવ રહી જાય તો જીવ દેહના મમત્વથી પાછો પડે છે, યોગ વડે દેહથી ભિન્નતા કેળવવાની છે.
અધ્યાત્મમાં હિંસાદિ અવ્રત ત્યાગ અને ક્રોધાદિ કષાયનું શમન અત્યંતાવશ્યક છે. આત્માને સ્વલક્ષી બનવાનું છે. સ્વદોષદર્શન કરી તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org