________________
અધ્યાત્મયોગ
૧૨૩
ભાવમનની ક્રિયા થાય છે. શુદ્ધિ થતા અક્રિયતા આવશે. મનાદિ યોગ દ્વારા સંસારની યાત્રા કરતા અનેક દોષો ગ્રહણ કર્યા છે. હવે એ ત્રણે યોગ દ્વારા બાહ્યાભ્યતર ચારિત્રાદિ વડે દોષોનો ત્યાગ કરવાનો છે. યોગ કર્મબંધનું કારણ છે, તેમ કર્મનિર્જરાનું કારણ છે. ભાવ મન ચેતન છે, દ્રવ્યમન જડ છે. મન દ્વારા વિચારવું ત્યાં ચેતનશક્તિ છે. એટલે દ્રવ્યમન ઉપચરિત ચૈતન્ય છે. કારણ કે મતિજ્ઞાનનો ઉપયોગ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનનું સ્થાન છે. મનોવર્ગણા વગર મન બનતું નથી, તેથી મતિજ્ઞાન ઉપચરિત જડ છે. દેહ આત્મ પ્રદેશોયુક્ત હોવાથી ઉપચરિત ચૈતન્ય છે.
યોગ વડે પ્રવૃત્તિ કરતા કોઈ જીવને દુઃખ ન થાય અન્ય જીવોને સુખ ઊપજે તેવો ભાવ રાખવો. એ જ યોગ વડે તત્ત્વચિંતન, જ્ઞાન, ધ્યાનની ક્રિયા થાય છે. તેથી તે મોક્ષનાં બાહ્ય સાધનો છે.
સ્વરૂપ ચિંતન વગર નિરાવરણ થવાતું નથી. દેહભાવ ત્યજી આત્મવેદનમાં જવાનું છે. જેનાથી ક્ષાવિકભાવ પ્રગટે.
મોહ વડે મનોયોગથી સંકલ્પ હિંસા થાય તે આપણાં વિભાવ રસ છે. તેનો કર્મ બંધ તીવ્ર હોય છે. મન વગર કામ યોગની ક્રિયામાં અલ્પ રસ હોવાથી. કર્મબંધ અલ્પ છે.
દેહકષ્ટ સમતાથી સહન કરવાથી નિર્ભયતા આવે છે. ચારિત્રાચાર અને તપાચાર દેહથી ભેદજ્ઞાન કરવા માટે છે. ઉપયોગથી આત્મામાં લીન થવું તે તપ છે. મનાદિ ત્રણે યોગ વડે દ્રવ્ય ગુણ અને પર્યાયથી પરમાત્માને અર્પણ થવાથી તે ગુણો જીવમાં પ્રગટ થાય છે. અર્થાત્ આવરણ ટળવાનો તે ઉપાય છે.
પંચાચાર અધ્યાત્મયોગના અંગ છે. તે વડે સ્વાધીન સુખની પ્રાપ્તિ થાય. તે મોક્ષપ્રાપ્તિનાં સાધનો છે.
જ્ઞાનાચાર = હું જ્ઞાનસ્વરૂપ છું. સિદ્ધ-પૂર્ણ પરમાત્મસ્વરૂપ છું તેવા ભાવમાં લીન થવું. સ્વાધ્યાય માટે કાળાદિ વ્યવહારમાં જ્ઞાનાચાર પાળવા.
દર્શનાચાર = શંકા-આકાંક્ષારહિત પરમાત્મામાં પૂર્ણ રીતે સમર્પણ થવું. અરિહંત સિદ્ધનું શરણ લેવું અને ગુરુઆજ્ઞામાં પ્રવર્તવું-સર્વાત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org