________________
૧૧૧
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
જે પ્રકાશમાં મોહાદિભાવો દેખાય તે જ્ઞાનપ્રકાશ છે. મોહાદિભાવો હણાય તે ચારિત્ર છે. મોહાદિભાવોને જણાવે – જાણે તે શાસ્ત્રજ્ઞ છે. મોહાદિ ભાવો પોતામાં છે, તેને જાણે, કાઢે તે આત્મજ્ઞ કહેવાય.
શુભભાવ, શુભબંધ, સકામ નિર્જરા આત્મજ્ઞાનની દશા પર વર્તે છે. શાસ્ત્રજ્ઞાનની દશા પર વર્તતી નથી. પુણ્યનો ઉદય દુઃખને, અશુભને દબાવે છે. પણ દુઃખનો નાશ કરી શકતો નથી. જ્ઞાન વડે દુઃખનો નાશ થાય છે. પુણ્ય અને સુખ જોડિયા મિત્રો છે.
સર્વ પાપનો નાશ અને સુખની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાન વડે છે. પુણ્ય ઉદયે સર્વ પ્રાપ્તિ નથી. સાચા સુખની પ્રાપ્તિ સ્વભાવથી છે.
શંખેશ્વર તીર્થ પ્રભાવ છે. પાર્શ્વનાથ – પરમાત્મા સ્વભાવ છે. આપણી દૃષ્ટિ પ્રભાવ ઉપર વિશેષ છે. સ્વભાવ પર જતી નથી. તે ભ્રમ છે, અહિત છે. સ્વભાવનો પ્રભાવ હોય. પ્રભાવનો સ્વભાવ ન હોય. બળવાન વસ્તુ સ્વભાવ છે. પ્રભાવ નથી. પ્રભાવના બળે સ્વભાવ આવે છે, છતાં તે સ્વતંત્ર નથી. પ્રભાવ અનંતના અંશરૂપ છે. સ્વભાવ અખંડિત છે. - સાધનામાં જીવે પોતાના જ્ઞાતાદ્રષ્ણા ભાવ કેળવવાના છે. સમ્યગુભાવ યુક્ત કરવાના છે. તેમાં નિમિત્તકારણ કે શેય પદાર્થોનો દોષ નથી. જગત તો નિયમથી ચાલે છે, તે તો ઠીક જ છે. સાધકે પોતાના ભાવોને ઠીક કરવાના છે. કર્તા-ભોક્તાભાવમાં જાગ્રત રહેવાનું છે, તે સાધના છે. સાદિ અનંત સમાધિસ્થ સ્થિતિ તેવું સિદ્ધભગવંતને શુદ્ધ નિશ્ચય ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર દેહધારીને હોય.
સંસારી આત્માના પ્રદેશોનું સ્વરૂપ અરૂપી હોવા છતાં દેહરૂપી હોવાથી આત્મા ઉપચારથી રૂપી કહેવાય છે. આત્માનો ઉપયોગ અરૂપી હોવા છતાં કાળના સંબંધથી વિનાશી છે. માટે સાધના દ્વારા ઉપયોગને શુદ્ધ કરી અવિનાશી બનાવવાનો છે. વળી ઘાતી કર્મોનો નાશ કરી આત્માને પૂર્ણજ્ઞાનમાં સ્થાયી કરવાનો છે. અઘાતી કર્મોના નાશથી - નામાદિ પ્રકૃતિઓનો નાશ થવાથી અરૂપીપણું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org