________________
'
યા)
આ કામ
૪. અધ્યાત્મયોગ મનાદિ યોગ, પંચાચાર, ધ્યાન, મહાસત્તા, અવાંતરસત્તા.
અધ્યાત્મ = એટલે આત્માની નજીક વસવું. સ્વરૂપલક્ષી પરિણમન તે યોગ છે. નિયષ્ટિ અનુરૂપ વ્યવહારધર્મ આચરવો તે અધ્યાત્મનું કાર્ય છે. અધ્યાત્મના વિકાસમાં મનાદિયોગોનો શુભાચાર, પંચાચાર, ધ્યાન ઇત્યાદિ અંતર્ગત છે. ચારે અનુયોગનું જ્ઞાન અધ્યાત્મને દઢ કરે છે. તેવો અધ્યાત્મયોગ મુક્તિમાર્ગનો ભોમિયો છે.
અધ્યાત્મમાં આત્માના શુદ્ધ પર્યાયો – અવસ્થાને સ્વીકાર્યા વગર, સિદ્ધાવસ્થાના શુદ્ધ ભાવોને સ્વીકાર્યા વગર, શુદ્ધ નિશ્ચયના ભાવોને સ્વીકાર્યા વગર, અધ્યાત્મની અનુભૂતિ સંભવ નથી. આ દરેક ભાવો કરવાથી આત્મ પ્રદેશ પરના આવરણો હઠે છે. અધ્યાત્મ દ્વારા બોધ પામવો કે વિનાશી પદાર્થો અસત્ છે. આથી અન્ય પદાર્થોનો કર્તાભોક્તાભાવ ઘટે છે, તે અધ્યાત્મની શૈલી છે.
અધ્યાત્મ – આત્મભાવમાં રહેવું તે અધ્યાત્મ છે. તે વડે રાગ નષ્ટ થઈને વીતરગતા આવે છે. પૂર્ણ વીતરાગતા પ્રગટવાથી જ્ઞાન નિરાવરણ બને છે, નિર્વિકારી બને છે.
કોઈ પણ સાધક કે સાધુને દ્રવ્યાનુયોગનું જ્ઞાન નથી કે તેવા જ્ઞાની પ્રત્યે આદર નથી તે વાસ્તવિક સાધુ કે સાધક નથી. વિશ્વના સ્વરૂપમાં રહેલાં દ્રવ્યોનું જ્ઞાન તે દ્રવ્યાનુયોગ છે, જેના અભ્યાસથી અધ્યાત્મદૃષ્ટિ આવે છે. પરિણામે વૈરાગ્ય પેદા થાય છે. આજનું વિજ્ઞાન કેવળ એક જ દ્રવ્ય પુદ્ગલ)ની પાછળ દોડે છે અને તેની જ વિચારણા કે સંશોધન કરે છે.
દ્રવ્યાનુયોગમાં મૂળમાં જીવાસ્તિકાયનો વિચાર કેવળ પ૬૩ સંસારીના ભેદ વડે કરવાનો નથી, પરંતુ સવિશેષ વિચાર પરમાત્મ સ્વરૂપનો કરવાનો છે. જેથી સર્વ જીવો પ્રત્યે આત્મીયભાવ આવે. જે જીવને સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ કરે છે. ૫૬૩ ભેદ અહિંસાના પાલન
ચરણ બને છત આવે તે કહેવું તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org