________________
૧૧૮
સ્વરૂપસાધનાનાં સોપાન
જાગ્રત અવસ્થામાં મન, બુદ્ધિ, ચિત્તનો વ્યાપાર શરૂ થાય છે, તેથી દુઃખ, ક્લેશ જન્મે છે. માટે જાગ્રત અવસ્થામાં સાધના કરવાની છે, મન વગેરેથી અતીત અવસ્થા પ્રાપ્ત કરવાની છે.
હું આત્મા છું. પરમાત્મસ્વરૂપ છું એ પણ વિકલ્પ છે. સાધના સિદ્ધ થયા પછી એ વિકલ્પ છૂટી જશે. હું આત્મા છું. એટલે જડ નથી નિત્ય છું. એટલે જન્મમરણ થવા છતાં આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. આત્માનો અભાવ નથી થતો એટલે શાશ્વત છું.
વૈરાગ્યભાવ એટલે દેહ-ઇન્દ્રિયોના સુખનો અસદુભાવ, તે પ્રત્યે ઉપેક્ષાભાવ છે. દુઃખનો નાશ કરવો તે વૈરાગ્ય નથી. દુઃખ ન ગમે તે વૈરાગી એમ માનીએ તો, દુઃખી હોય તે સર્વે વૈરાગી ગણાય. સુખના ભોગનો ત્યાગ થઈ શકે છે. દુઃખનો ત્યાગ થઈ શકતો નથી તે તો ભોગવવું પડે છે. દુઃખને સુખરૂપ બનાવવું તે વૈરાગ્ય છે. તે ભાવના છે. જીવ વેદન વગરનો નથી, તમે સુખને વેદો કે દુઃખને વેદો કે સ્વરૂપાનંદને વેદો. જીવ જેમ જ્ઞાનસ્વરૂપ છે તેમ વેદક તેનો ગુણ છે. સાધકે દેહને જેલ-બંધન માનવું. તેમાંથી છૂટવા ભેદજ્ઞાનની સાધના કરવી. જે વસ્તુ પર છે તેને સ્વ માનવું અને સ્વ છે તેને પર માનવું તે મોહમૂઢતા છે. જડમાં સત્ ચિત્ત આનંદ નથી. સત્યમ્, શિવમ્ સુંદરમ્ નથી. છતાં તેમ માનવું તે મૂઢતા છે. સ્વરૂપનું અભાન તે અજ્ઞાન છે. પરસ્વરૂપને સ્વરૂપ બનાવવા મથવું તે મોહ છે. માટે સાધકે વિવેકપૂર્વક દેહને સ્વસ્વરૂપે ન માનવો. પણ આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપે સ્વીકારવો, ત્યારે સાધના સિદ્ધ થાય છે.
સૌ અલક મૂલ્યવાન મેળવવા માટે જોતા પાસે રહેલ સો અધિક જૂલ્યવાન જે હજુ છે તે તેને મારી દેવો જોઈએ અથ¢ અહજુનું વિસર્જન તે જ અહંસુનું સર્જન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org