________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૦૯ છેતરતા નથી. ન્યાયી અન્યને થતો અન્યાય દૂર કરે છે. તેને દૂભવતો નથી. ન્યાય – પ્રમાણિકતા પોતાનું કંઈ છોડવાનું નથી. જ્યારે દયાદાનમાં તમારી માલિકીનું ધન છોડવાનું છે. પોતાના હક્કની વસ્તુનો ત્યાગ કરવાનો છે. - સાધકે અસાધકપણું શું છે તે સમજવું જરૂરી છે. વિકૃતિને જાણવી, સ્વદોષદર્શન કરવું તે અસાધકપણાને જાણ્યું કહેવાય. ગુણની વિકૃતિ એ દોષ છે. ગુણ દબાવીને દોષ પ્રભાવ જમાવે છે. દોષને દૂર કરવો તે સાધના ધર્મ છે. ગુણોમાં સ્થિત થવું તે સાધ્ય ધર્મ છે.
સાધનાકાળમાં શરીરમાં જીવ હોય, અને સાધના પણ શરીરમાં રહીને કરવાની છે. પરંતુ શરીર (મમતા) જીવમાં ન હોવું જોઈએ ને ? એ સાંયોગિક સંબંધ છે. તેનો ગમે ત્યારે વિયોગ છે. માટે શરીરમાં સંક્ષિપણામાં જીવ હોય ત્યાં સુધી સમત્વ સાધી લેવું, તે સાધના છે.
ધ્યેય પરમાત્મસ્વરૂપ છે. ધ્યેયનું ધ્યાન કરવાથી ધ્યાતા અભેદ બને છે. ભક્તિમાં ભાવનાનો રસ છે, પણ ઉપયોગમાં પરમાત્મ સ્વરૂપ છે. ધ્યાનમાં એકાગ્રતા છે. આમ ધ્યેય સિદ્ધ થાય છે.
વ્યુત્થાનદશામાં વિકાસ) વિકલ્પો ઓછા કરવા અને ઊંચા રાખવા. તે વીતરાગદશા લાવવાનો અભ્યાસ છે. ધ્યાનદશામાં તો વિકલ્પો શાંત કરવાના છે. ત્યાં ઊંચા કે શુભ વિકલ્પો પણ બાધક છે. નિર્વિકલ્પદશામાં વિકલ્પો એ મળ છે.
સ્વરૂપ ગુણો આત્માથી અભિન્ન છે. ક્રિયા ગુણો આત્માથી ભિન્ન છે. છતાં લક્ષ્યયુક્ત ક્રિયાથી મોહાદિ ભાવો નિર્બળ બને છે. નિર્વિકલ્પતા પ્રત્યે લઈ જઈ આત્મ સન્મુખ થવામાં સહાયક છે.
આત્માને વર્ણ નથી, આશ્રમ નથી, ભેદરૂપ ધર્મ નથી આત્મ સર્વરૂપ છે, સર્વ વ્યાપક છે.
લૌકિક વ્યવહારમાં ઉચિત વિવેક રાખી શરીરને ધર્મ માટે સાધન બનાવો. શરીરને શરીર માટે સાધન બનાવવું તે સંસાર છે. ભોગ અને સંગ્રહ શરીર માટે છે. આત્મા માટે શરીર સાધન બનાવો તો તમે ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org