________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧O૭
ભાવના રાખવાની છે.
પરમાત્મા સાથે જ્ઞાન-ધ્યાનથી અભેદ સંબંધ કરવાનો છે. - ત્યાગમાં સહિષ્ણુ બનવાનું છે. જ્ઞાનદર્શનમાં થયેલી શુદ્ધ દૃષ્ટિએ જીવન જીવવું તે વીયતરાયનો ક્ષયોપશમ છે. જ્ઞાનવીર્ય પ્રમાણે જ્ઞાતા દ્રષ્ય રહેવું. અકર્તા-અભોક્તા રહેવું. "
મનના વિકલ્પોના ત્યાગથી અર્થાતુ અપમાનાદિ કે ઉપસર્ગ સમયે સહિષ્ણુ બનવું તે મનોજીત–મનનો ત્યાગ છે. તે મોક્ષનું કારણ બને છે. તનના ત્યાગમાં અશાતા વેદનીય ભોગવતા, અન્યની વૈયાવચ્ચ કે સેવા કરતાં દેહસુખનો ત્યાગ તે તનનો ત્યાગ છે. ધનત્યાગમાં નુકસાનીમાં પણ આર્ત ધ્યાન ન કરવું. શુભભાવ કરીને દાન કરવું તે ધનનો ત્યાગ છે. આ તન મન અને ધનની સાધના છે. આગળ વધીને સાધકે ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપને સમજવાનું છે. આરાધના કરવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદનો સમજીને ત્યાગ કરવાનો છે. વૈરાગ્યભાવ કેળવવો તે ધર્મ છે. વીતરાગતાથી કેવળજ્ઞાનનું આવરણ ટળી નિરાવરણ બને છે.
મન એ મોટો સંસાર છે. સંસાર મનમાં રહે છે. શરીરના મમત્વમાં પણ મન જ રહેલું છે. માટે કાયયોગને બદલે મનોયોગ સુધારવો. ઉપયોગની શુદ્ધિપૂર્વક આત્મભાવ કરવો. આત્મા પરપણે નથી તેમ નિષેધાત્મક રીતે આત્માને સમજો. આત્મા સ્વસ્વરૂપ છે તે વિધેયાત્મક રીત છે. આત્મા અનુભવાત્મક સ્વસંવેદ્ય છે. જ્ઞાન ધ્યાન એ આત્મ સ્વરૂપ પામવાની વિધેયાત્મક અંતરંગ રીત છે. ત્યાગ વૈરાગ્ય એ નિષેધાત્મક રીત છે.
ત્યાગ વૈરાગ્ય એ પર પર પદાર્થ પ્રત્યેનો અભાવ છે. ગ્રહણ ત્યાગ એ પર પદાર્થ પ્રત્યેની ક્રિયા છે.
પરમાત્માનું ધ્યાન કરવાથી અસત્ અધ્યવસાયથી જે કર્મો ગ્રહણ કર્યા છે, તેની નિર્જરા કરવાની છે. પછી જે શેષ ઉપયોગ છે તે શુદ્ધત્તા વડે સ્વરૂપને અનુભવે છે. જ્યારે આત્મા પરને જાણવાનું છોડે છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org