________________
૧૦૬
સ્વરૂપસાધનાનાં સોપાન કરાવી ન શકે. ઇન્દ્રિયોનો ખોરાક ભૌતિક પદાર્થ છે, એટલે તે પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવી શકે. આત્માને માટે માત્ર સાધન છે. એ ઇન્દ્રિયોના જ્ઞાન-ભાનથી - વિષયથી આત્મા છૂટો પડે ત્યારે સ્વસંવેદ્ય સુખ અનુભવી શકે. એમાં સાધનાનું પ્રયોજન છે. ઇન્દ્રિયો અક્રિયારૂપ બનાવ્યા પછી આત્મિક સુખનો અનુભવ થાય. ધર્મનાં બાહ્ય સાધનો – શાસ્ત્રી ઇન્દ્રિયના વિષયથી મુક્ત થવાનું સાધન બની શકે છે.
શરીર અને ઇન્દ્રિય આશ્રિત દેહમાં અહમ – પોતાપણાની બુદ્ધિ છે. જયારે દેહભાવ અને દેહભાન વિરામ પામે ત્યારે ઇન્દ્રિય આશ્રિત વિકલ્પો શમે છે. ત્યારે પરિણતિ આત્મામાં સ્થિત થાય છે. એ કાળે આત્માના આનંદનો અનુભવ થાય.
બાહ્યાકાર વૃત્તિ રહેવાથી આવરણ વધે છે. માટે સાધકે સ્વરૂપમાં રહેવું. તેનાથી ઘાતકર્મોનો ક્ષય થાય છે. વ્યવહારથી મોહને હઠાવવા સજાતીય અને વિજાતીય પદાર્થો સાથે ઉચિત વ્યવહાર કરવો. નિશ્ચયથી બ્રહ્માકાર વૃત્તિથી પરમાત્મતત્ત્વ સાથે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય વડે સ્થિર થવું. પરમાત્માની મૂર્તિ સાધનરૂપે બતાવેલ છે. પરમાત્માને મૂર્ત બનાવવાના નથી. મૂર્તિ દ્વારા અમૂર્ત પરમાત્માને ધ્યાવવાના છે. મૂર્તિ એ સંકેત છે. બાહ્ય સાધન દ્વારા સાધ્યને લક્ષ્યમાં રાખી સાધના કરવાની છે. અત્યંતર - અસાધારણ કારણ અંતઃશુદ્ધિ દ્વારા શુદ્ધભાવમાં આરોહણ કરવાનું છે. દેહમાં રહેવા છતાં ઉપયોગની એકાગ્રતાથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈ દેહભાન વિસ્મૃત કરવાનું છે.
અહમ્ – મમત્વના ક્ષેત્રે પુદ્ગલ સ્કંધોનો માત્ર વ્યવહારિક સંપર્ક છે, તે કઈ પારમાર્થિક બનવાનો નથી. મોક્ષમાર્ગમાં પરમાર્થમૂલક વ્યવહારના સંપર્કથી ગુણસ્થાનકમાં ટકીને આગળ વધતા કેવળજ્ઞાન સાધ્ય બને છે. સિદ્ધત્વ સાધ્ય બને છે. દેશ-કાળ પરિચ્છિન્ન (ભેદ) એ માયાનું સ્વરૂપ છે. બાહ્યાકાર વૃત્તિથી આવરણ વધે, માયા વધે. ઉપયોગમાંથી માયાને કાઢી નાંખો જ્ઞાન નિરાવરણ બને તે સાધના છે.
જગત સાથેના સંબંધમાં પ્રેમ – ઉદારતા, સહિષ્ણુતા, મૈત્રાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org