________________
૧૦૪
સ્વરૂપસાધનાનાં સોપાન આપણી અવસ્થામાં અહમ્ ચાલુ રહે છે. ઇચ્છાની પૂર્તિ થાય તેટલો સમય તૃપ્તિનો ભ્રમ થાય છે. પરંતુ તૃષ્ણાનો તાર તો અતૂટ રહે છે. વિષયભોગમાં આગળપાછળ તૃષ્ણા જોડાયેલી રહે છે. તે તૃષ્ણાનો તંતુ તૂટવો જોઈએ.
મન એટલે વાસના અને તૃષ્ણાનું બંડલ.
મનનો નાશ કરો વાસના-તૃષ્ણા તૂટશે. વળી વાસના - તૃષ્ણા નષ્ટ થવાથી મનનો નાશ થશે. (લય થશે) આ જ મનોગુપ્તિ છે.
નિર્વિકલ્પ બનવું તે ધર્મ-સાધના છે. તે દશાનો સાધક કેવળીભગવંતને ઓળખી શકે છે. નિર્વિકલ્પ દશાનો બોધ-પરિણમન તે આત્મ-પરમાત્મદર્શન છે. આત્મસ્વરૂપ દર્શાવનારા ક્ષાયિકભાવોના વિશેષણો એ જ નિત્યભાવરૂપ છે. બાકીના ભાવનો અભાવ થતો હોવાથી સાદિસાંતિ ભાવો છે. તે અસત્ છે. સત્-સ્વરૂપને સમજવું તે સાધના છે, મોક્ષમાર્ગ છે.
૦ વિકલ્પ એ નિર્વિકલ્પદશાનું આવરણ છે – જ્ઞાનાવરણીય. ૦ વિકલ્પ એ નિર્વિકલ્પદશાની વિકૃતિ છે. – અપૂર્ણ ચેતના છે.
ધર્મક્રિયા – સાધના કરનાર ભાગ્યવંતને નિર્વિકલ્પદશાને પામવાનું લક્ષ્ય હોવું જોઈએ. જે ભૂમિકાએ જેટલી નિર્વિકલ્પતાનો અનુભવ તે આત્મ સાક્ષાત્કાર છે.
સહજ અક્રિયતામાં રહેવાથી અક્રિયતાની શક્તિ ક્રિયામાં આવે છે. પૂર્ણની શક્તિ અપૂર્ણને મળે છે. તેથી આત્મવિકાસ થાય છે. આગળની ભૂમિકામાં જવાય છે. જેમ નિદ્રા લેવામાં અક્રિય બનવાથી ક્રિયા કરવાની ફૂર્તિ આવે છે. એક વખત અમુક આહાર લીધા પછી થોડો સમય આહારની જરૂર પડતી નથી. સ્કૂર્તિ રહે છે. તેમ નિર્વિકલ્પ દશામાંથી જીવ જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે પણ જાગ્રત હોય છે. યદ્યપિ અક્રિય એ પૂર્ણ તત્ત્વ છે. સક્રિયતા એ અપૂર્ણ તત્ત્વ છે. માટે નિરારંભી, નિષ્પરિગ્રહી, જિતેન્દ્રિય રહેવું તે સાધનામાર્ગ છે, મોક્ષમાર્ગ છે.
દયા, દાન, સેવા, અહિંસા, પરોપકારાદિ સુકૃત્યોના ઔષધનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org