________________
૧૦૫
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે દુષ્કર્મરૂપ રોગ કાઢવા માટે સેવન કરવું. ત્યાર પછી અક્રિય અને અક્ષય પરમાત્મ સ્વરૂપ પામવાનું છે. રોગ કાઢવો તે નિષેધાત્મક ક્રિયા છે. નીરોગીતા એ વિધેયાત્મક સ્વરૂપ છે. પરમાત્મ સ્વરૂપ એ આત્માનું વિધેયાત્મક સ્વરૂપ છે. તેને પ્રાપ્ત કરવા ભૂમિકાનુસાર સંયમ, અહિંસા વગેરે નિષેધાત્મક ઔષધિરૂપ ક્રિયા છે. '
પર પદાર્થને મારા માનીને તેમાં અહમ, મમત્વ કરવું તે અજ્ઞાન, મોહજનિત દશા છે. દેહાતીત દશા તે આત્માની વાસ્તવિક દશા છે. દેહનો મોહ છોડવા માટે દેહધારીની હિંસા અને અઢારે પાપસ્થાનક વર્ષ છે. દુઃખી જીવોને દુઃખ ન પડે તેમ વિવેક રાખવો. ખાડાટેકરાવાળી ભૂમિ છે તે સાંસારિક પ્રવૃત્તિઓ, અર્થ-કામ વગેરેની પ્રવૃત્તિઓ ઉપર આત્મશ્રેયરૂપ નિસરણી મંડાતી નથી. તેથી સત્ દેવ-ગુરુ ધર્મ એ સાધનાની પ્રવૃત્તિ માટે સપાટ ભૂમિ છે. તેનું અવલંબન લઈ દરેક જીવ પોતાના ભાવની નિસરણી બનાવીને શ્રેણિએ ચઢી શકે છે. સદૈવાદિ નિમિત્ત કારણ છે. આલંબનરૂપ છે. તે અસાધારણ કારણ ન માનવું. ગુરુકૃપા જરૂરી છે, છતાં તે પરાવલંબન છે. આત્મકૃપા પોતાનું શુદ્ધ અંતઃકરણ છે. જે અસાધરણ કારણ છે. સાધનામાં અવલંબન છોડવા માટે છે. ગુણસ્થાનકો અત્યંતર આત્માનાં પરિણામો સાથે છે. બહારના નામ, લિંગ, વેશ સાથે નથી. સાધ્ય સાથે સંબંધ રાખવાથી મોહનીયનો, ક્ષયોપશમ થાય છે. માત્ર સાધનની સાથે સંબંધ રાખવાથી મોહનીયનો ક્ષયોપશમ થતો નથી.
સાધનામાર્ગમાં જીવોને સતુ વિકલ્પો થવાના છે. તેના વડે મોહનીયના ભાવો સમાવાના છે. સાધન તરીકે સવિકલ્પો કરવાના છે. તેમાં ખોટો આગ્રહ ન રાખવો. એક એક જીવમાં અસંખ્ય અધ્યવસાનસ્થાનો છે. તેમાંથી સના વિકલ્પને અપનાવવો તે વિકાસ મહત્ત્વનો છે. ક્ષયોપશમ ભાવો પણ ભેદરૂપ છે, તેમાંથી જેટલો મોહભાવ નીકળે, તેમ તેમ ભેદ ટળે, અભેદ થવાય.
ઇન્દ્રિયો ભૌતિક પદાર્થો જણાવે, દેખાડે પણ અતિન્દ્રિય અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org