________________
સ્વરૂપસાધનાનાં સોપાન હેય છે. અર્થ-ધન, પ્રાપ્તિના પાપનું નિવારણ દાનથી થાય છે. અર્થની પ્રાપ્તિની પ્રવૃત્તિમાં આરંભ-સમારંભના અને દુર્ભાવોમાં તન્મય થવું પડે છે. માટે જે માણસ કામ ઉપર વિજય મેળવે તે અર્થ પર વિજય મેળવે છે. તે દેહસુખને પણ ત્યજી શકે છે, તેથી જ્ઞાની કહે છે આરંભ સમારંભ છોડો.
સંસારમાં જીવને દર્દ અને દરિદ્રતાનું દુઃખ અસહ્ય લાગે છે. જેને દર્દ કે દરિદ્રતાનું દુઃખ નથી પરંતુ મોહને કારણે જેમનું મન ધરાવતું નથી, ભોગામગ્રી છતાં ઊણપ લાગે છે. તેમાં બે ઘંટીના પડમાં દાણા પિલાય તેમ પિલાય છે, અને મળેલી સામગ્રીને ભોગવી શકતો નથી. તેનામાં આવો અવિવેક અને અજ્ઞાન છે. જ્યારે સાધુ ભગવંતોને તેનું દુઃખ નથી. વસ્તુના અભાવનો ભાવ નથી. તેઓ જ્ઞાનયુક્ત હોવાથી દુઃખી નથી અને તેમની પાસે આત્મિક સંપત્તિ હોવાથી દરિદ્રતા નથી.
સંસારના પદાર્થો મેળવવાની એક ઇચ્છા હશે તો તેની પાછળ અનંત ઇચ્છાઓની હારમાળા ચાલશે. જે સંસારના પરિભ્રમણનું કારણ છે માટે પ્રથમ મોહનો ઉપશમ કરવાનો છે. પરપદાર્થથી છૂટવું એટલે તે પદાર્થોના મમત્વથી છૂટવું. સંસારસુખની સામગ્રી પૂર્વના પુણ્યને આધારિત છે. પણ વર્તમાનમાં કરેલો ધર્મ શીઘ્ર ફળદાયી થાય છે. પૂર્વે ન કર્યો હોય તો પણ આ ભવમાં થઈ શકે છે.
એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય જીવો પાસે ધર્મનું સાધન નથી. માત્ર દુઃખ સહન કરીને વિકાસ કરે છે. અને માનવભવ સુધી પહોંચે છે. મનુષ્ય અજ્ઞાનવશ પોતાની મળેલી દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ અન્યના દોષ જોવામાં કરીને સંસારની વૃદ્ધિ કરે છે. અને પુનઃ પાછા તિર્યંચગતિને પામે છે. માનવને મળેલી દીર્ઘકાલિકી સંજ્ઞા - ઉત્તમ વિચાર શક્તિને ધર્મ કે મોક્ષ પુરુષાર્થમાં લગાડે તો પરમપદને પામે.
સંસારમાં અર્થ અને કામ ભૌતિક અને એકાંતે દૈહિક છે. દુઃખીજનોને દાન આપીએ તે સાપેક્ષ ગુણ છે. ભિખારીને દાન ન મળે છતાં સમભાવ રાખે તો તે પુણ્યબંધ કરે છે. ધર્મ એ ચૈતન્યજ્ઞાન-સ્વરૂપ સત્તા છે. તે આપણાથી અભિન્ન છે. તેથી બહારના સાધન વગર પણ ધર્મ કરી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org