________________
૭૮
સ્વરૂપસાધનાનાં સોપાન એક જ છે, સાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરો. ગુરુના દેહને આત્મતુલ્ય માની વૈયાવચ્ચ કરો. તો ઉત્તમ સેવા થઈ. પુદ્ગલની બનેલી મૂર્તિને પરમાત્મવત્ માનીને સાધના કરવી. ધર્મગ્રંથો પણ જડ પદાર્થ છતાં જ્ઞાનાચારના સેવનનું ઉત્તમ સાધન છે. આવી સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થાય.
તત્ત્વદષ્ટિથી જીવ અને જડ બંને અલગ તત્ત્વો છે. પરંતુ સાધનાતત્ત્વમાં દેહરૂપ જડમાં ચૈતન્યનો આરોપ કરીને સાધના થાય છે. સાધના એ વૈકલ્પિત તત્ત્વ છે. પરમ શુદ્ધ સકલતા તો સિદ્ધ છે. જે સ્થાને જે વસ્તુનું સ્વરૂપ છે તે વિચારવું અને પાત્રતા કેળવવી. - સાધના કરવા માટે પરદ્રવ્યમાં તીવ્ર વૈરાગ્ય અને સ્વરૂપ પ્રતિ તીવ્ર લક્ષ્ય કરવાથી જ્ઞાન નિરાવરણ થશે. જ્ઞાનાચારના સેવનથી નિઃશંક થવાય પણ વૈરાગ્ય ન આવે, અને સ્વરૂપ લક્ષ્ય સતત ન ટકે તેથી આવરણ દૂર ન થાય. વીતરાગ ભગવંત પાસેથી કેવળજ્ઞાન પ્રરૂપિત દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન લેવાનું છે. પણ સાથે તીવ્ર વૈરાગ્ય ભાવ આવ્યા વિના મોહની જડ તૂટશે નહિ. રાગ દૂર નહિ થાય, નિર્મોહી કે નિષ્કષાયી નહિ થવાય. માત્ર જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તે સુખ નથી વીતરાગતા સુખ છે.
આગમાદિ બહિરંગ સાધન છે. અંતરંગ સાધન જ્ઞાન ઉપયોગ પરિણતિ છે. માટે ખરો આધાર સ્વનો છે. બહિરંગ સાધન દ્વારા અંતરંગ સાધનરૂપ સ્વયં બનવું જોઈએ. તો સ્વાધીન થવાય, પૂર્ણતા પ્રાપ્ત થાય. મતિજ્ઞાનનો ઉપયોગ અંતરંગ સાધન છે.
જૈનત્વ – જ્યાં જ્યાં સ્વરૂપના જ્ઞાન ધ્યાનની વાત આવે ત્યાં ભાવ જૈનત્વ હોય. મન, વચન, કાયના કરણ અને ઉપકરણ દ્વારા જે જે ક્રિયા કરીએ તે દ્રવ્ય-બાહ્ય જેનપણું છે. તેનાથી જે શુદ્ધિ આવે તે ભાવ જેનત્વ છે. - જ્ઞાન વડે જ્ઞાનનું ધ્યાન કરવું તે રાજયોગ સાધના છે, તે વડે નિર્વિકલ્પદશામાં ઉપયોગ સ્થિર થશે. આ પરમ સાધન ધર્મ છે. જ્ઞાનઉપયોગ પ્રવાહથી નિત્ય છે તેને સ્થિતિથી સ્થિર કરવો તે નિર્વિકલ્પ દશા છે. પદાર્થ જેવો છે. તેવો જણાય તે જ્ઞાન છે. પદાર્થને કર્તાભોક્તાભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org