________________
८६
• સ્વરૂપસાધનાનાં સોપાન સાધનામાં અપેક્ષા કારણ (મનુષ્યપણું વગેરે) કરતાં નિમિત્ત કારણ દેવગુરુ) ઘણા બળવાન છે. અને નિમિત્ત કારણ કરતાં ઉપાદાન કારણ ઘણું બળવાન છે. મોહનીય કર્મના ઉપશમ આદિ થાય ત્યારે અંતરાત્મા એ ગુરુતત્ત્વ છે. સર્વ કર્મનો ક્ષય થયો છે તે પરમાત્મા દેવ તત્ત્વ છે. જેને મોહનીય કર્મનો ઉદય વર્તે છે તે બહિરાત્મા છે, તેણે અંતરાત્મા થવા માટે દેવગુરુનો આશ્રય જરૂરી છે. અસાધારણ કારણમાં સંસ્કૃતિવિકૃતિ બંને હોય. કેવળજ્ઞાન થતાં અસાધારણ કારણ અભેદ થાય છે. કાર્ય સિદ્ધ થયા પછી કાર્ય રહેતું નથી. ઉપાદાન – એટલે મૂળ દ્રવ્ય, તે અસાધારણ કારણનો આધાર. ઉપાદન અને અસાધારણ કારણને આધાર આધેય સંબંધ છે. એક સુધરે બીજું સુધરે છે. મોક્ષની ઈચ્છા એ ઉપાદાન કારણ છે. અને મોક્ષજનિતભાવ તે અસાધારણ કારણ છે. આમ આ કારણોમાં પૂર્વ પશ્ચાતપણું છે. મોક્ષની ઈચ્છા એ અવંચકયોગ - સાચો યોગ છે. તેથી અપેક્ષાકારણ અને નિમિત્તકારણ મળી આવે છે.
દેવ ગુરુ સજાતીય છતાં પર છે, તેમનું આલંબન લઈ શકીએ છીએ, તેમની સાથે તદ્રુપ થઈ ન શકાય. દ્રુપતા પોતાના સ્વપ્રદેશ ગુણપર્યાય સાથે હોય.
ચૌદ ગુણસ્થાનકોની વિચારણાથી અતીત એવી મોક્ષની ઇચ્છા, દૃઢ સંકલ્પ કરીએ તો સમ્યક્ત્વની સ્પર્શના થાય. તેથી નિર્વિકલ્પ જ્ઞાનની ભાવના કરવા આવા વિકલ્પોને ભજવા પડે. અને આનંદનું વેદન કરવું જોઈએ. શેય પદાર્થો સાથે જોડાયેલું જ્ઞાન નિર્વિકલ્પ નહિ થાય. જ્ઞાન, આનંદ-સ્વરૂપ સાથે જોડાય ત્યારે નિર્વિકલ્પ થાય. જ્ઞાનાનંદ એટલે અક્રિય અવસ્થા, અકર્તાભાવ છે. આત્માકારતા હોય ત્યારે શેયમાં ઉપયોગ નથી હોતો, પરંતુ આનંદ સાથે ઉપયોગ હોય છે. જેમ જીભ ઉપર સાકર રાખશું તો સાકરમાં શેયનો ઉપયોગ નહિ રહે પણ રસાસ્વાદનો ઉપયોગ થશે. જેમ પુદ્ગલ દ્રવ્ય શેય છે પણ તેના નિમિત્ત વડે શાતા અશાતા થાય છે ત્યારે શેયને ભૂલીને ઉપયોગ શાતા અશાતારૂપ બને છે.
અન્યને સત્ય સમજાવવું તે આપણી ફરજ છે, પણ જો તેની સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org