________________
૯૦
સ્વરૂપસાધનાનાં સોપાન છે તે દોષ છે. આ અધર્મ, દોષને દૂર કરવા તે સાધના છે. શાસ્ત્રાર્થ ગમે તેટલા કરે પણ જો સ્વરૂપ રમણતા ન થઈ તો સાધના નિષ્ફળ છે. દોષ કાઢવા પ્રથમ દયાદાન આદિ ગુણો છે. સત્તા સમૃદ્ધિ, રૂ૫, બળ વગેરે આઠ મદ (અહંકાર) છે. આઠ મદમાં કયાંય શ્રદ્ધાનો ઉલ્લેખ નથી. કારણ કે શ્રદ્ધાના મૂળમાં નમ્રતા – સમર્પણતા, નિરાભિમાનીપણું છે. દર્શનશાન ચારિત્ર તો સ્વયં આત્મામાં નિવાસરૂપ ગુણ છે. અધ્યાત્મયોગમાં વસ્તુ અને વ્યક્તિથી અસંગ થવાનું છે.
ગુણપ્રાપ્તિ એ મહાન પુરુષાર્થ છે.
દયા દાન આદિ ગુણો પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન આદિ આત્મિક ગુણો અંતર્મુખતા વડે પ્રાપ્ત થાય છે. માટે જીવન જાગૃતિપૂર્વક જીવવું જોઈએ.
પંચમહાવ્રતના પાલનથી જીવનમાં નિર્દોષતા આવે છે. અન્યના દોષ દર્શનથી દૂર રહેવાની જાગૃતિ હોય છે. સમ્યગ્ગદર્શન • જ્ઞાન - ચારિત્ર વડે સ્વરૂપ રમણતા એ પરમ નિર્દોષતા છે. ભાવચારિત્ર છે.
દેહધારીને બહારના સંયોગોની ઉપાધિ આવવાની છે. દેહમાં રોગથી વ્યાધિ આવવાની છે. માનસિક ચિંતારૂપ આધિ રહેવાની છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત થવા માટે મનોયોગને વિવેક અને જ્ઞાન વડે કેળવવાનો છે. જેથી સમાધિભાવ ટકે. અસમાધિ એ દુઃખ છે.
સત્ તત્ત્વ માટે કરાતી સઘળી સાધનાઓ ભેદરૂપ છતાં તેનું માહાસ્ય છે. કારણ કે તેનાથી આવરણભંગ થાય છે.
ભગવાનનાં દર્શન સમયે આંખ અને મનનું ઐક્ય જોઈએ. દય મનમાં વસી જવું જોઈએ. મનમાં પરમાત્મતત્ત્વનું દર્શન ટકવું જોઈએ. મન તદાકાર થવું જોઈએ.
શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સ્વરૂપ જ્ઞાન આ ચારનું સેવન કરનારને પોતાના આત્મપ્રદેશોએ રહેલાં કર્મો ઉદવર્તના અપવર્તના (વૃદ્ધિ હાનિ) આદિ મહાન પરિવર્તન થાય છે. અશુભનું અપવર્તન થાય. શુભભાવનું ઉદ્વર્તન થાય. દેવલોકમાં ઉચ્ચ સ્થાનના આયુષ્યના બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org