________________
૯૮
સ્વરૂપસાધનાનાં સોપાન કોઈ પણ શુદ્ધ આલંબન વડે, ક્રિયા વડે સ્વરૂપ અનુસંધાન થવું જોઈએ. અનશન આખરી તપ પણ કેવળજ્ઞાનને પ્રગટાવવા માટે છે. અજ્ઞાન, દોષો, પ્રમાદ વગેરે ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી આપણે તેને પોષણ આપીએ છીએ. તે કાંટાની જેમ ખૂંચવા જોઈએ. ચોથાથી દરેક ગુણસ્થાનકે દોષો કાઢીને ચારિત્ર શુદ્ધિ બતાવી છે. નિર્દોષતા પામવાની છે. સ્વગુણ પ્રાપ્તિ માટે સાધના છે. .
ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થઈએ ત્યાં સુધી સંજ્વલનનો અલ્ય કષાય દોષ પણ જીવને પાડી શકે છે. વળી ઉપશમ શ્રેણિ માંડનાર તો એવો પડે છે કે પહેલે ગુણસ્થાનકે આવી જાય છે, તેવા મોહનીયના ભાવો સત્તામાં પડેલા છે. માટે દોષ જોવો અને ખૂંચવો તેને માટે પરમાત્મા અરીસારૂપ છે. તેમની વીતરાગતા, સર્વગુણ સંપન્નતાનું લક્ષ્ય કરવાથી, પોતાના અલ્પ પણ દોષો ખૂંચશે, અપૂર્ણતા દેખાશે, ત્યારે સાધકાત્મા તે દોષોને કાઢવા કટિબદ્ધ થશે. ક્રમે કરીને દોષો જતાં જીવ નિરાવરણ થશે.
પરમાત્માને નામે રૂચિને/લક્ષ્યને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળનું સાધન બનાવીને ક્રિયા કરશું તો પરમાત્મપણું પ્રગટ થશે. મતિજ્ઞાનના આપણા બધા જ વિકલ્પોમાં સુખની ઇચ્છાઓ સમાયેલી છે. અન્યને સુખી કરો કે દુઃખી કરો પણ જીવને પોતાને તો સુખ જ ગમે છે. પર પદાર્થમાં જેને સુખબુદ્ધિ નથી તેઓ અકર્તા – અભોક્તા છે. સર્વવિરતિ લીધા પછી પણ પર પદાર્થની સુખબુદ્ધિ વીરમવી તે સાધુતા છે. પર પદાર્થમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તે અશુદ્ધ ઉપયોગ ક્રિયા છે. સુખ મેળવવા માટે કર્તાભોક્તાપણું દેહ સંગે સક્રિય બને છે. જેમ જ્ઞાનમાં જાણપણું છે તેમ વેદકતા છે. દેહભાવે વેદન એ બંધન છે. જડને વેદન નથી તેથી કર્તાભોક્તા નથી. જ્ઞાતા, દ્રષ્ટા, કભોક્તાના ભાવો ચેતનના છે. માટે સાધકે સ્વરૂપ લક્ષ્ય જ્ઞાતા દ્રષ્ટા રહેવું. આ ભાવો નિત્ય છે. સાધક અવસ્થામાં વિવેક કેળવવા માટે નિત્ય-અનિત્યતા સમજવાની છે. દ્રવ્યની અવસ્થા નિત્ય છે તે અનિત્યને પ્રકાશે છે. અનિત્ય દશ્ય જોનારો નિત્ય છે. પરંતુ નૈમિત્તિક પુગલ દ્રવ્યના સંગે જીવને અનિત્યતાનો આરોપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org