________________
સ્વરૂપસાધનોનાં સોપાન
જે મોહનો નાશ કરે છે. પ્રભુની દિવ્યવાણી અનંતભેદવાળી છે. તેવું એક સૂત્ર કેવળજ્ઞાન આપવાની તાકાત ધરાવે છે.
ધર્મ ચર્મચક્ષુથી જોવાની ચીજ નથી. પ્રથમ સત્ શાસ્ત્રચક્ષુથી જુઓ. પછી અંતરચક્ષુથી જુઓ. “જિન પ્રતિમા જિન સારખી.” જિનાજ્ઞા જિન આરસી, એ શાસ્ત્રચક્ષુ છે. સ્વયં પરમાત્મા વિદ્યમાન હોય તેમ વિનય વિવેકથી અર્પણ ભાવ - બહુમાન થવું જોઈએ. ભગવાન ક્યાં જુએ છે, તેમ માનીએ તો તે અજ્ઞાન છે. તે ચર્મચક્ષુથી જોયા બરાબર છે. પરમાત્માના દર્શનમાં વિરહની વેદના થવી જોઈએ. મારામાં કેવળજ્ઞાન કેમ પ્રગટતું નથી, તેની તીવ્ર ઝંખના થવી જોઈએ. તે સાધના છે.
અપવર્ગ – (મોક્ષ)ની અનંત શક્તિ અને અનંત સુખ પાસે સ્વર્ગના સુખ અનંતમા ભાગે નથી. તેની સરખામણી ન થાય. તે વિજાતીય સુખ છે. સ્વર્ગીય દેવ-દેવીઓની ઉપાસનામાં, એ દેવીઓની શક્તિ તે આત્મ સ્વરૂપ નથી. નવરાત્રિમાં શક્તિની ઉપાસના ભૌતિક છે. આયંબિલની ઓળીની ઉપાસના મોક્ષ માટે છે. નવપદનું સ્વરૂપ એ જીવ માત્રનું સ્વરૂપ છે. વળી તીર્થંકરના અધિષ્ઠાતા દેવદેવીઓ સમ્યગુ છે. તેમની અધ્યાત્મ સાધનામાં સહાય મળે તે નિમિત્ત માત્ર છે. તે સિવાયના અન્ય દેવદેવીઓ સમ્યગું નથી. તેનું અધ્યાત્મસાધનામાં સ્થાન નથી.
વળી દેવદેવીઓને અધ્યાત્મયોગની પ્રાપ્તિ નથી. જોકે તેમની વૈક્રિય આદિ લબ્ધિ આપણી બુદ્ધિથી, મનથી પર છે. ચમત્કારરૂપ હોવા છતાં તીર્થંકર પરમાત્માના એક અંગુલ જેટલું રૂપ કે શક્તિ ધરાવતા નથી.
પરમાત્મા આપણા આત્માનું પરમ પ્રતીકરૂપ છે. અને આપણે સત્તા અપેક્ષાએ એમનું રૂપ છીએ. માટે ત્રણે કાળ વિષે પરમાત્મતત્ત્વ ભાવરૂપે અને આવશ્યકરૂપે આપણી સાધનામાં ઉપકારક છે.
મિથ્યાદૃષ્ટિ દેવદેવીઓનો તિરસ્કાર કરવાનો નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસરી કોઈ ઉપસર્ગ કે ઉપદ્રવ્ય વખતે તેમને રીઝવવાની પણ સાધનાપદ્ધતિ હતી. અને છે, તે કેવળ એક ઔચિત્ય વ્યવહાર છે. અધ્યાત્મ સાધના નથી. એટલે પ્રતિક્રમણમાં કેટલાંક સૂત્રોથી, સાધુ ભગવંતોને તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org