________________
સ્વરૂપસાધનાનાં સોપાન
માટે સ્વદોષનું દર્શન જરૂરી છે. બારમા સુધી એકેએક ગુણસ્થાનકો મોહનીય કર્મની પ્રકૃતિનાં આશ્રિત નામો છે. દરેક ગુણસ્થાનકોએ મોહનીયના રસો બતાવ્યા છે. તે કાઢવા માટે જ ચારિત્રનું નિર્માણ છે. ક્ષપકશ્રેણિ ન મંડાય ત્યાં સુધી સત્તામાં કર્મો-દોષો રહેલા છે. જે સાધકને પાડી શકે છે. માટે અહંકાર ત્યજીને આગળ વધવું. વળી ઉપશમ શ્રેણિવાળો તો પડીને મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે.
નિર્દોષતા, સહજ સ્વભાવનું લક્ષ્ય કે રુચિ કર્યા વિના દોષો ખૂંચતા નથી. દોષ દેખાવો અને ખૂંચવો તેનું બળ દેવગુરુ અનુગ્રહે મળે છે, તેમની વીતરાગતા અને નિર્દોષતા આપણા દોષોનું ભાન કરાવે છે. પરમતત્ત્વને – પરમાત્માને લક્ષ્યમાં રાખીને દ્રવ્ય ક્ષેત્ર, કાળને સાધન બનાવીને સાધના કરશું તો સાધ્ય સિદ્ધિ થશે. જો જીવનમાં સાધના નથી તો જીવ પર દ્રવ્ય ક્ષેત્ર કાળને જ સાધ્ય માની એમાં જ રોકાઈ જશે. જો સાદિસાંત તેવાં તત્ત્વમાં રોકાઈ જાય તો સાધ્ય સિદ્ધ ન થાય. સાધન સાધ્યનો ઉભય મેળ જોઈએ. પરમાત્મસ્વરૂપ, શુદ્ધસ્વરૂપ સિવાય અન્ય સર્વે સાધન છે. પંચ પરમેષ્ઠિ સાધન તત્ત્વ છે. તેના અવલંબન વડે સાધ્ય તત્ત્વ સિદ્ધ કરવાનું છે.
ગુરુતત્ત્વની ઉપાસનાથી આત્મા ગુરુ બને, દેવ તત્ત્વની ઉપાસનાથી આત્મા દેવત્વ પામે. સાધનનો ઉપયોગ કરી સાધનથી અભેદ થવું તે સાધના છે. દેહભાવ તોડવા દેહ ઉપર પ્રતિકૂળતા ઊભી કરવી. ગરમી, ઠંડી વગેરેથી. પરિષહ ઉપસર્ગ સમતાએ સહન કરવા. દિગંબર આમ્નાય કે ઈતરદર્શનના આવા પ્રકારો પ્રત્યે ઉદારતાપૂર્વક દૃષ્ટિ કરવી. પ્રતિકૂળતાઓ ઊભી કરવી. ઉપસર્ગ પરિષહ સહન કરવા સમાધિ રાખવી તે સંવર નિર્જરા તત્ત્વ છે. મોક્ષનું પરમ કારણ છે.
સાધનભેદ, કાળભેદ, અધ્યવસાય સ્થાનોના ભેદ હોય. સમક્તિના પ્રકારો કેવળ જૈનદર્શનમાં છે તેવી સંકુચિતતાથી આગ્રહ ન રાખવો. પણ પંદર લિંગે સિદ્ધ છે, તો તે પ્રકારે સમકિત છે તેમ સમજવું. કેવળી ભગવંતની ઉપસ્થિતિમાં કે તીર્થકર દેવની નિશ્રામાં મોક્ષ થવાનો છે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org