________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
9
માત્રુ આદિ પરઠવવાની ક્રિયામાં આવો વ્યવહાર કરવો પડે છે.
આમૃભટ નામના સાધકને દૈવી કોપથી–ઉપદ્રવથી કોઈ દેવે બચાવ્યા હતા. હેમચંદ્રાચાર્યને સિંધવણ દેવીને અઠ્ઠમ તપ કરીને પ્રસન્ન કરવી પડી હતી. તે તે સમયે તે તે યક્ષો અને દેવીઓના મંદિરની રચના કરવી પડતી. પરંતુ તેમાં કોઈ સ્વરૂપસાધના નથી. માત્ર તે ઔચિત્ય ઉપચાર માત્ર છે. માટે સાચા સાધકે તેવી અંધશ્રદ્ધામાં જવું નહિ. પણ વિનયપૂર્વક સાધના કરવી.
એક રોગ કાઢવા જેમ પ્રયત્ન કરીએ, તે નીરોગી થવા માટે, નહિ કે બીજો રોગ થવા માટે. તેમ દાનાદિ ક્રિયા સંસારથી મુક્ત થવા માટે છે. તેના બદલામાં અન્ય ભૌતિક સામગ્રી મળે તેમ ઇચ્છવું નહિ. પણ પુદ્ગલાતીત, દેહાતીત થવાનું લક્ષ્ય કરવું જોઈએ. તેથી નિષ્કામભાવે સુકૃત આદિ કરવા તે સાધનાનું બળ છે. ક્રિયાની પરંપરા ચાલુ રહે તે માટે સુકૃત્ય નથી. પણ અક્રિય એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે.
સંસારમાં ભોગ્ય પદાર્થો મેળવવાની ક્રિયા કરવાની, પદાર્થો મેળવીને ભોગ ભોગવવાની ક્રિયા કરવાની, આ ઉભય ક્રિયા દુઃખદ છે. આત્મામાં રહેલા શુદ્ધ ગુણો બહારથી મેળવવાના નથી, તે પ્રાપ્ત છે. માત્ર તેના અનુભવ માટે તેના ઉપરનાં આવરણોને દૂર કરવાનાં છે. જે વસ્તુ દૂર છે તેને મેળવવા માટે જે ક્રિયા કરીએ છીએ તે પરનું કર્તુત્વપણું છે.
જ્યારે જ્ઞાનીને પરનું કે દૂરનું કંઈ મેળવવાનું નથી તે અકર્તાપણું છે. કર્તાપણું સંસાર ઉત્પાદક છે. અકર્તુત્વપણું સંસારછેદક છે.
સંસારમાં દેહ અને મોહ જેમ નિમિત્ત છે, તેમ સંસારથી મુક્ત થવા માટે તીર્થંકર પરમાત્મા, તેમનો બોધ નિમિત્ત છે. તેથી ભક્તો કહે છે ભગવાન આપણને તારે છે, આવા કૃતજ્ઞભાવને આપણે માનવો જોઈએ. નહિ તો આપણી મનોવૃત્તિ હલકી બને. કૃતજ્ઞતાને બદલે કૃતઘ્નતા આવે. મોહનો – સંસારભાવનો નાશ કરવો તે નિર્ણય થયો, સિદ્ધાંત થયો. પણ તેને માટે અંતરમાં રુચિ થવી પરમાત્માને મારા માનવા તેમાં રજ માત્ર દોષસેવન નથી. સાધનામાર્ગમાં એ ઉત્કૃષ્ટ આલંબન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org