________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે આવે છે.
સાધુજનોની સાધના એ છે કે તે વર્તમાન જોગમાં જ રહે. બીજી ક્ષણનો વિકલ્પ ન કરે. પરોપકાર અર્થે કંઈક વિચાર નિષ્કામભાવે કરે. કથંચિત જૈનત્વની પ્રાપ્તિ ગમે તે પંચેન્દ્રિય જીવ કરી શકે છે. તેને કદાચ સદેવ, ગુરુ, ધર્મનો યોગ હોય કે ન હોય પણ અંતરશુદ્ધિ અને શુદ્ધ પરિણતિ ઉપર ભાર મૂકવો. માત્ર બાહ્ય પાલના પર ભાર ન આપો.
માત્ર વ્યવહારથી અભ્યાસ કરનારો ઈર્ષા, અહમ્, નિંદા, સ્પર્ધા જેવા દોષો કરી બેસશે. નિશ્ચય દૃષ્ટિના લક્ષ્યથી અભ્યાસ કરે, ઉદાર દૃષ્ટિ હોય તો તેવા દોષો નહિ કરે. સાધનામાં તુચ્છ દૃષ્ટિ નહિ કરે. નિશ્ચય અને વ્યવહારને જાળવશે. માટે નિશ્ચયનયનું અધ્યયન કરવું જોઈએ. તેમાં આત્મસ્વરૂપની વાતોમાં કોઈ ભેદ સંઘર્ષ નથી. બાહ્ય ત્યાગ તપ કરનારે પણ નિશ્ચયનયનું લક્ષ્ય કરવું જોઈએ. આત્માના શુદ્ધસ્વરૂપની ચિંતવના અને ભાવમાં રહેવું તે સાધુની ખરી સંપત્તિ – સાધના છે. બાહ્ય પંચાચારના ફાયદા સીમિત છે. તેમાં લાભ છે. પરંતુ અત્યંતર પંચાચારના પાલનનું ફળ અસીમ છે. સ્વરૂપમાં લયલીન થવાનું છે. નિશ્ચયનય જ્ઞાનપ્રધાન છે. નિર્મોહતા આવતી જશે. શબ્દો સાધન છે. તેનો વિવાદ ન કરો. મતિજ્ઞાનના ઉપયોગના વિકલ્પો પણ સાધન છે. માત્ર નિર્વિકલ્પતા સાધ્ય છે.
શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન સૌથી પર થવાનું છે. તો જ અત્યંતર સાધના થશે. સ્વભાવ અને સ્વરૂપને અનુલક્ષીને સાધના થવી જોઈએ. શાસનના નામે સંઘર્ષ ન ફેલાવવો તેમાં સ્વ-પર અહિત છે. સાધનના ભોગે સાધ્ય ટકાવવાનું છે. દેહના ભોગે સમતા ટકાવવાની છે. નજીકમાં નજીકનું સાધન દેહ છે. તેનો જ્યારે ભોગ આપવાનો હોય ત્યારે સમતાભાવ જાળવવાનો હોય. ઉપસર્ગના સમયે જે દેહ, મનાદિ યોગોનું બલિદાન આપે છે પણ સમતા ગુમાવતા નથી, તેઓ સાધ્ય સિદ્ધ કરે છે. યોગ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેના નિમિત્તે જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે, તે અશુદ્ધ ભાવો છે. અશુભભાવોને કાઢવા શુભભાવરૂપ ધર્મઅનુષ્ઠાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org