________________
૮૮
સ્વરૂપસાધનાનાં સોપાન માનવું. જો આનંદ પ્રગટ ના થતો હોય તો વિકલ્પો શમ્યા નથી તેમ માનવું. માટે શેય સાથે જ્ઞાનને લૂપ થવા ન દેવું. પૂર્ણ જ્ઞાન પ્રયોજનપૂર્વક ય સાથે સંબંધ નથી કરતું, પરંતુ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે છદ્મસ્થ જ્ઞાન શેય સાથે સંબંધ કરે છે. તેથી આનંદ તિરોહિત થાય છે. અને વિકલ્પો ઊઠે છે તે મિથ્યાદશા છે, અસદશા છે. તેમ માનશો તો રાગ સાથે બંધન થશે નહિ. છપસ્થ જ્ઞાનથી જે જાણીએ છીએ તે ખોટું છે; તે ક્રિયા ખોટી છે. તે ય સારરૂપ કેમ માનવા? તે શેયને અપેક્ષાએ અસત્ માનો તો રાગદ્વેષ થશે નહિ. શેયને જાણવાની જોવાની ક્રિયા બંધ કરવી તે સાધના છે. છતાં જો ક્રિયા ચાલુ રહેતી હોય તો તે જ્ઞાનક્રિયા અસત્ છે, તેમ સમજવું અને તેનો આગ્રહ ન કરવો. મારું સ્વરૂપ આનંદસ્વરૂપ છે તે પરપદાર્થની અપેક્ષા રાખતું નથી.
જ્ઞાનકાર્ય સ્વક્ષેત્રે આનંદનું જ છે. શેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તેથી મોહવશ આપણે જોવા જાણવાની ક્રિયા ચાલુ રાખી રાગાદિ કરીએ છીએ. સાચી જ્ઞાનક્રિયા સ્વક્ષેત્રે આનંદ વેદન છે. પર શેય પદાર્થોમાં કિંઈ પણ પરિવર્તન થાય તેથી જીવના સ્વરૂપમાં કંઈ ફરક પડતો નથી. જેમ કે અરિહંત કે સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનમાં વિશ્વના સમસ્ત શેયપદાર્થો પ્રતિબિંબિત થવા છતાં કંઈ ફરક પડતો નથી. સાધનામાં ક્ષયોપશમ ભાવમાં આનંદ વેદાય તો તે શુભ નિશાની માનજો, લક્ષ્ય ના માનશો, તેનાથી આગળ વધીને ક્ષાયિકભાવમાં જવાનું છે. સ્વપ્નદારહિત નિદ્રામાં સુખ-આનંદ કેમ લાગે છે ? કારણ કે આવરણ જ્ઞાન હોવા છતાં પરપદાર્થને જાણવા જતાં નથી. ત્યાં અવળી જ્ઞાન ક્રિયા થતી નથી.
હું આત્મા છું. જ્ઞાન મારું લક્ષણ છે, જ્ઞાનનું કાર્ય આનંદ છે. પરને જાણવું જોવું તે મિથ્યા છે, અસત્ છે, તેથી મારે વિરમવું જોઈએ. તે માટે નિર્વિકલ્પ સાધના કરવી જોઈએ. સાધના એટલે સ્વમાં સમાઈ જવું. સાધનામાં કોઈ મત પંથનો આગ્રહ નથી. આગ્રહનો અર્થ છે તમારું મંતવ્ય બીજા સ્વીકારે. જેમાં અહમ છે, પ્રથમ તમે સત્યનો સ્વીકાર કરી સને પામો, પછી એ સત્યની પ્રસાદી અન્યને આપો. તે સ્વીકારે કે ન સ્વીકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org